પોસ્ટ વિભાગ દ્વારા ભગવાન રામનાં જીવનનાં પ્રસંગોને આવરી લેતી ટિકીટો બહાર પડાઈ

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા મર્યાદા પુરૂષોતમ ભગવાનશ્રી રામચંદ્રજીનાં જીવનકાળનાં વિવિધ પ્રસંગોને આવરી લેતી ટિકીટો બહાર પાડવામાં આવી રહી છે. કે જેમાં સીતા સ્વયંવર અને ધનુષ્યટંકાર, દશરથ રાજા પાસે વનવાસ માટેની વિદાય, ભરત મિલાપ, નાવિક દ્વારા દરિયો પાર કરાવવાની નૌકાવિહાર, સબરી સાથે મિલન, અશોકવાટીકામાં હનુમાનજી મહારાજ માતા સીતાજીનાં દર્શને, જટાયુ માર્ગ બતાવ્યો, હનુમાનજી મહારાજ દ્વારા પર્વત ઉપાડાયો અને ભગવાન રામચંદ્રજી દ્વારા ધનુષ્યટંકાર સહિતનાં વિવિધ પ્રસંગોને આવરી લેતી આ ટિકીટ બહાર પાડવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીનું મંદિર નિર્માણ માટેની કાર્યવાહી પ મી ઓગષ્ટથી ખાતમુર્હુત વિધી થઈ રહી છે તેનાં ભાગરૂપે કેન્દ્ર સરકારનાં પોસ્ટલ વિભાગે આ ટિકીટો બહાર પાડી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!