પ્રદિપસિંહ જાડેજાનું શ્રેષ્ઠ કામગીરી બદલ ડીજીપી કોમેન્ડેશન ડીસ્ક એનાયત કરી બહુમાન કરાયું

0

જૂનાગઢ વિભાગનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની જયારથી જૂનાગઢ શહેરમાં નિમણુંક થઈ છે ત્યારથી આજ દિવસ સુધીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટેનાં સંગીન પગલા, અસામાજીક વિરોધી પ્રવૃતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી તેમજ મુશ્કેલીનાં સમયમાં જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ બની અને પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તે સુત્રને પણ વારંવાર સાર્થક કર્યુ છે. ઉપરી અધિકારીઓનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર અને જીલ્લાની પોલીસ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની કોરોનાનાં સંક્રમણકાળ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી બજાવવા બદલ ડીજીપી કોમેન્ડેશન ડીસ્ક એનાયત કરી અને તેમનું સન્માન કરવામાં આવતાં તેઓનાં સ્નેહી-શુભેચ્છકો અને મિત્ર વર્તુળ દ્વારા તેમજ પોલીસ વિભાગ દ્વારા અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.
ગુજરાત પોલીસમાં ઉત્કૃષ્ઠ સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને ચાલુ વર્ષથી ડીજીપી કોમેન્ડેશન ડિસ્ક એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લા તથા બ્રાન્ચમાંથી સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી, ડીજીપી કોમેન્ડેશન ડિસ્ક એનાયત કરી, ગુજરાતના ડીજીપીના હસ્તે સન્માન કરી, સન્માનપત્ર પણ એનાયત કરવામાં આવે છે. ગુજરાત એવું સાતમું રાજ્ય છે, જ્યા ડીજીપી કોમેન્ડેશન ડિસ્ક એનાયત કરવામાં આવે છે દરમ્યાન જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા પણ જૂનાગઢ જિલ્લામાં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની દરખાસ્ત ડીજીપી કચેરી ખાતે મોકલવામાં આવી હતી. જે પૈકી જૂનાગઢ ડિવિઝનનાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા ટ્રાફિક બ્રાન્ચના હે.કો. ઝવેરગીરી લક્ષ્મણગીરી મેઘનાથીની ડીજીપી કોમેન્ડેશન ડિસ્ક ૨૦૨૦ માટે પસંદગી કરવામાં આવેલ હતી. જેઓ બંનેને કરાઈ તાલીમ અકાદમી ખાતે એક સાદા સમારંભમાં ગુજરાતના પોલીસ વડા ડીજીપી શિવાનંદ ઝાના હસ્તે ડીજીપી કોમેન્ડેશન ડિસ્ક અને સન્માનપત્ર એનાયત કરવામાં આવેલ હતા. તાજેતરમાં કોરોના વાયરસ સંક્રમણ અનુસંધાને રાખવામાં આવેલ લોકડાઉન દરમ્યાન જરૂરિયાતમંદોને અનાજ કરિયાણાની કીટ મોકલાવી, કેન્સરની દવા મંગાવી, કેન્સરના દર્દીઓને સારવાર માટે રાજકોટ કેન્સર હોસ્પીટલ મોકલવા તજવીજ કરી, બહારગામથી વસ્તુઓ મંગાવી આંગડિયા પેઢી પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરી મહેનત કરી માનવતા સાથે પોલીસની કર્તવ્ય પ્રણાયતા સ્થાપિત કરી સારી કામગીરી કરી, લોકો ઘરમાં રહે તે માટે વોટ્‌સએપ દ્વારા મેસેજો મોકલી જાગૃતતા લાવી, લોકડાઉનનો અમલ કરાવી, દરેક વર્ગના તથા જ્ઞાતિના લોકો સાથે સહિષ્ણુતા રાખી, ગરીબ માણસો તથા બેકાર થયેલા રીક્ષા ચાલકોને પણ અનાજ કરિયાણાની કિટો પહોંચાડી, બંદોબસ્તમાં રહેલ પોલીસ સ્ટાફને પણ ચા પાણી, ધોમધખતા તડકામાં છાંયડો કરી, સતત રાત દિવસ જોયા વગર કરવામાં આવેલ સોશ્યલ પોલીસિંગની ઉમદા કામગીરી આજે પણ જૂનાગઢવાસીઓમાં પ્રસંશાને પાત્ર બની છે.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ તો ભૂતકાળમાં પણ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર, સુરેન્દ્રનગર લીંબડી વિગેરે મહત્વની જગ્યાઓ ઉપર સારી કામગીરી કરી, લોકોના દિલમાં જગ્યા બનાવેલ છે, જેઓને આજે પણ લોકો યાદ કરે છે. આ પહેલા પણ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને સને ૨૦૧૬માં રાષ્ટ્રપતિ દ્વારા પ્રશંસનીય સેવા મેડલ, ૨૦૧૮ ની સાલમાં ગુજરાતના પોલીસ વડા ડીજીપી તરફથી ઇ-કોપ એવોર્ડ, ૨૦૧૮ ની સાલમાં દેશના કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન એવોર્ડ પણ મળેલ છે. ઉપરાંત, જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય કાર્યક્રમમાં સારી કામગીરી કરવા બદલ લીંબડી, ચોટીલા અને વિસાવદર ખાતે ગુજરાત રાજ્યના મંત્રીઓ દ્વારા પણ ત્રણ વખત સન્માન થયેલ છે. તાજેતરમાં કોરોના વાયરસના અનુસંધાને રાખવામાં આવેલ લોકડાઉન દરમ્યાન પણ લોકો પ્રત્યે સહાનુભૂતિ દાખવવા બદલ જૂનાગઢની જુદી જુદી ઘણી બધી સંસ્થાઓ તથા જ્ઞાતિઓ દ્વારા સન્માનિત કરવામાં આવેલ હતા. ગુજરાતના પોલીસ વડા ડીજીપી શિવાનંદ ઝાના હસ્તે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા ટ્રાફિક બ્રાન્ચના હે.કો. ઝવેરગીરી લક્ષ્મણગીરી મેઘનાથીને ડીજીપી કોમેન્ડેશન ડિસ્ક અને સન્માન પત્ર એનાયત કરવામાં આવતા, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા પણ અભિનંદન આપવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!