જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ર૬ કેસ નોંધાયા, વિસાવદરમાં કોરોનાથી યુવાનનું મૃત્યું

0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ર૬ કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં જૂનાગઢ શહેરમાં ૧ર, ગ્રામ્ય વિસ્તારમાં -પ તેમજ વંથલીમાં -પ કેસ નોંધાયા છે. જયારે કેશોદ, માણાવદર, મેંદરડા અને વિસાવદરમાં એક-એક કેસ કોરોનાનો નોંધાયો છે. જયારે વિસાવદરના જીવાપરામાં રહેતા ૪પ વર્ષીય પરિમલ સાવલીયા નામના યુવાનનું કોરોનાથી મૃત્યુ નિપજયું હતું અને જૂનાગઢ જિલ્લામાં કુલ મૃત્યુ આંક ર૮ થયો છે. જૂનાગઢ શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૪ર૯ કેસ નોંધાયા છે. ગઈકાલે લંઘાવાડ અલંકાર સિનેમા પાસે ૬૦ વર્ષના વૃધ્ધ, ધાંધીપરામાં ૬પ વર્ષના વૃધ્ધ, મીરાનગરમાં મધુવન પાર્ક બ્લોક નં. ૩૩ માં પ૮ વર્ષના વૃધ્ધ, ગ્રોફેડ ખાતે ૩૮ વર્ષના ૩૮ વર્ષના યુવાન, રાયજીબાગમાં ૪૪ વર્ષના યુવાન, ગાંધીગ્રામ બાલભુવન પોસ્ટ ઓફિસ પાસે ૪૯ વર્ષના યુવાન, ઝાંઝરડા રોડ ઉપર બાબા કોમ્પ્લેક્ષ પાછળ ૬પ વર્ષના વૃધ્ધ, હર્ષદનગર મસ્જીદની બાજુમાં ૪ર વર્ષના યુવાન, ગાંધીગ્રામ ભુવનેશ્વરનગરમાં પ૪ વર્ષના વૃધ્ધ, આલ્ફા સ્કુલ બાજુમાં યોગી ટાવર ગોકુલ નગરમાં ૪૯ વર્ષના યુવાન, સરદારપરામાં અભિષેક મહાલયની બાજુમાં પ૦ વર્ષના પુરૂષ અને ગિરીરાજ વિસ્તારમાં પ૭ વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૭૬૧ કોરોનાના કેસ નોંધાયા છે જે પૈકી ર૮ લોકોના મૃત્યુ નીપજયાં છે. ૧૮૩ એકટીવ કેસ છે.
ગઈકાલે ડિસ્ચાર્જ કરાયેલા ૧૦ દર્દીઓ સહિત કુલ પ૭૭ દર્દીઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે અને વધુ પ૪ દર્દીઓના સેમ્પલ લેવાયા છે તેમજ જૂનાગઢ જિલ્લામાં ૩૯૬ સ્થળે કન્ટેન્ટમેન્ટ ઝોન હેઠળ ૧૭ર૯ ઘરમાં ૬૭૮ર લોકો રહે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!