મેંદરડા ખાતે સામાન્ય બાબતે મારમારી : જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતાં ફરીયાદ

મેંદરડા ખાતે રહેતાં ખોળાભાઈ લક્ષ્મણભાઈ દેગળાએ પોલીસમાં આ કામનાં આરોપી કનુ ભરવાડ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી મેંદરડા ખોડીયાર ગૌશાળામાં કામ કરતા હોય ત્યારે અગાઉ એક મહીલા પહેલા શાકભાજીમાં આ કામનાં આરોપી કનુ ભરવાડે ગાય ચરાવી દિધેલ હોય જે બાબતે ફરીયાદીએ આરોપીને સમજાવતા આ કામનાં આરોપીએ તેનું મનદુઃખ રાખી ફરીયાદીને ગાળો કાઢી પાઈપથી શરીરે ઈજા કરી બળજબરીથી ફરીયાદીનાં મોઢામાં ગાયોની મચ્છર માટેની દવા પીવડાવી દઈ ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે હડધુત કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!