ભેંસાણ : સરદારપુર ગામની સીમમાં જુગાર દરોડો : રૂા.૧.૮ લાખનો મુદ્દામાલ કબ્જે

ભેંસાણ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ દેલુભાઈ ઠારણભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે સરદારપુર ગામની સીમમાં જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી ભરતપુરી ભુપતપુરીએ પોતાની માલીકીની કબ્જા ભોગવટાની વાડીએ બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમીનાં આધારે પોલીસે રેઈડ પાડતાં ભરતપુરી ભુપતપુરી, રાયમલભાઈ રૂખડભાઈ, ચંદુપુરી છોટુપુરી, પુનાભાઈ મોહનભાઈ, રાજેશભાઈ જેન્તીભાઈ, ધીરજભાઈ જગદીશભાઈ, સંજયભાઈ મંગાભાઈ તથા નવનીતભાઈ વજુભાઈને કુલ રૂા.૧,૦૮,ર૭૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!