જૂનાગઢમાં જુગાર દરોડો : ૭ સામે કાર્યવાહી

જૂનાગઢ એબ્સ્કોન્ડર સ્કોડનાં એએસઆઈ એસ.એમ.દેવરે અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે લીરબાઈપરા રામચોક ગાંધીગ્રામમાં જુગાર અંગે દરોડો પાડતાં ૭ વ્યકિતઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર આ કામનાં આરોપીઓએ નાશી જનાર કરશન અરજણ તથા વિજય સરમણ તથા પકડાયેલ આરોપી કાનાભાઈ કાંધાભાઈનું મકાન ભાડે રાખી જુગારનો અખાડો ચલાવતા હોય તે તથા નાશીજનાર કાલુ નાગાભાઈ જૂનાગઢ લીરબાઈપરાવાળાઓ તથા પકડાયેલ તમામ આરોપી જેમાં રામભાઈ રાજશીભાઈ, માલદેભાઈ લીલાભાઈ, અરજણભાઈ સામતભાઈ, સંજયભાઈ ભુપતભાઈ, ભનુભાઈ ઉર્ફે ભાનાભાઈ અરજણભાઈ, રામદે વિનુભાઈ પરમાર, કરશનભાઈ અરજણભાઈ, વિજયભાઈ સરમણભાઈ તથા કાલુ નાગાભાઈને કુલ રૂા.૩૭૭૪૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!