જૂનાગઢમાં ખલીલપુર રોડ નજીક જુગાર દરોડો : ૧૦ ઝડપાયા

0

જૂનાગઢનાં ખલીલપુર રોડ નજીક જુગાર રમતાં ૧૦ લોકો ઝડપાયા હતા. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ બાવનજીભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ખલીલપુર રોડ પુજા ડીલક્ષ-ર સોસાયટી પાસે જુગાર અંગે દરોડો પાડતાં રીટાબેન અશ્વિનભાઈ, ગીતાબેન પ્રકાશભાઈ, મનિષાબેન પૂડરીકભાઈ, રમાબેન ઉર્ફે રંભાબેન ધીરૂભાઈ, પુષ્પાબેન વજુભાઈ, દિપમાલાબેન રાજેશભાઈ, રેખાબેન પરસોતમભાઈ, અનીલાબેન અરવિંદભાઈ, જાનકીબેન અશોકભાઈ તથા જસંવતીબેન ઉર્ફે દયાબેન હિતેશભાઈને જુગાર રમતાં કુલ રૂા.રપ૯૬૦નાં મુદ્દામાલ સાથે જુગાર રમતાં ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!