ડો. મનીષ મહેતાની પીપૂડી શું જૂનાગઢમાં વાગશે ખરી ?

0

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ભષ્ટાચારનાં પડઘા સંભાળાતા હતા તે હવે નહી સાંભળવા મળે કારણ કે ડો. મનીષ મહેતાની બદલી જૂનાગઢ થઈ છે. સિવિલમાં દર્દીઓને પુરતી સારવાર અપાતી હોવાનાં ગાણા ગાઈ સચિવ સહિતનાં અધિકારીઓને ઉંધા ચશ્મા પહેરાવતા હોવાની ડો. મનીષ મહેતાની છાપ પડી ગઈ હતી. ભોજનનો કોન્ટ્રાકટ ખાનગી હોટલને અપાતા ડો. મહેતાની કામગીરી સામે અનેક સવાલો ઉઠયા હતા. ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ થઈ હતી. ડો. મહેતા સામે અનેક આરોપ લગાવવામાં આવ્યા છે. ખાનગી હોટલને કોન્ટ્રાકટર સહિતની અનેક કામગીરીમાં વિવાદમાં ઘેરાયેલા ડો. મનીષ મહેતાની બદલીનાં ભણકારા વાગી રહયા હતાં ત્યારે અંતે જૂનાગઢ બદલી કરવામાં આવી છે. કોરોનાની મહામારીને નાથવા સરકાર દ્વારા ધડાધડ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ રાજકોટ સિવિલની મુલાકાત લઈ કોરોના કામગીરી સમીક્ષા કરી હતી. ડો. મહેતાએ રાજકોટ કલેકટરની જાણ બહાર ખાનગી હોટલને ભોજનનો કોન્ટ્રાકટ આપી દેતા ગાંધીનગર સુધી તેના ઘેરા પડઘા પડયા હતા. અગ્રસચિવ જયંતિ રવિએ પણ ડો. મહેતાને ખખડાવ્યા હોવાની વાત ચર્ચાતી હતી. અનેક વાદ-વિવાદો બાદ ડો. મનીષ મહેતાની જૂનાગઢ ખાતે બદલી કરવાનો આરોગ્ય વિભાગે હુકમ કર્યો છે. જૂનાગઢ મેડિકલ કોલેજનાં ડીનનો વધારાનો હવાલો ડો. મહેતાને સોંપવામાં આવ્યો છે. રાજકોટ સિવિલનાં ઈન્ચાર્જ અધિક્ષકનો વધારાનો ચાર્જ પિડિયાસ્ટ્રીશ્યન વિભાગનાં ડો. પંકજ બુચને સોંપવામાં આવ્યો છે. ડો. મનીષ મહેતાની પીપુડી જૂનાગઢ વાગશે ખરી તે તો તેની કામગીરી પછી જ જાણવા મળી શકશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!