જૂનાગઢના ઉપરકોટમાં આવેલ રાણકદેવી મહેલમાં ગુજરાત ટુરીઝમ બોર્ડ દ્વારા ખોટું બોર્ડ લગાવવા બાબતે ગુજરાત રાજયના મુખ્યમંત્રીને એક પત્ર પાઠવી શ્રી ચુડાસમા રાજપુત સમાજ, ધંધુકાના પ્રમુખ વિરમદેવસિંહ એ. ચુડાસમા (કાદીપુર)એ રજૂઆત કરી છે. શ્રી ચુડાસમા રાજપુત સમાજ, ધંધુકાના પ્રમુખ વિરમદેવસિંહ એ. ચુડાસમાએ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, ગુજરાતના કાઠીયાવાડમાં ચુડાસમા રાજવંશની શરૂઆત ઈ.સ. ૮૭પમાં વનસ્થલી (આજનું વંથલી)થી થઈ જયારે ઉપરકોટ ઉપર ચુડાસમા વંશનું શાસન ઈ.સ. ૯૪૦ થી ઈ.સ. ૧૪૭ર સુધી પ૩ર વર્ષ રહ્યું હતું. ઉપરકોટ કિલ્લો ૬૦૦ વર્ષના હિન્દુત્વના પ્રતિક સમાન ગણાય. તાજેતરમાં જયાં ચુડાસમા રાજવંશનો જુનો મહેલ છે તે જગ્યા ઉપર ‘રાણકદેવી મહેલ અને જુમા મસ્જીદ’ ગુજરાત ટુરીઝમ દ્વારા એક બોર્ડ લગાવાયું છે જે હકીકતમાં ચુડાસમા રાજવંશનો મહેલ હતો. વિક્રમસિંહ રાયજાદા લિખિત ચુડાસમા રાજવંશના ઈતિહાસમાં આ કિલ્લો ગ્રહરિપૂ દ્વારા બંધાયાનો ઉલ્લેખ છે. શ્રી સરવૈયા રાજપુત સમાજ દ્વારા પ્રકાશીત ‘સોરઠ ‘રા’ ના વંશજાે’ પુસ્તકમાં પણ ઉપકરોટને રા’ ખેંગારના સમયમાં જિર્ણોધ્ધાર કરાયાનો ઉલ્લેખ છે. તેમજ ઈન્ટરનેશનલ ડીકશનરી ઓફ હિસ્ટોરીક પ્લેસીસમાં મહંમદ બેગડાના સમય પહેલાં પણ ચુડાસમા રાજવંશ દ્વારા બાંધેલ ઉપરકોટ કિલ્લો હયાત હતો તથા ‘ઈન્ડીયન એન્ટીકરી’ના વોલ્યુમ-૪ માં પણ ગિરનાર પર્વતથી એક કોસ દૂર ઉપરકોટ હોવાનો ઉલ્લેખ છે. જૂનાગઢના પ્રાચિન ૧ર નામમાંથી એક નામ ખેંગારગઢ પણ છે જે ચુડાસમા વંશના શાસકો દ્વારા આ કિલ્લો બંધાવ્યો હોવાની નોંધ છે.
ઉપરકોટના ભવ્ય ઈતિહાસની શરૂઆત ચુડાસમા વંશથી થાય છે. તેમના શિલાલેખો, સ્થાપત્યો, કુવા, વાવ, કોઠાર અને તળાવો આજે પણ હયાત છે. તેમના નામથી જે સ્થાપ્યો હોય તેની સાથે છેડછાડ કેમ તેવો સવાલ ઉઠાવેલ છે. ઉપરોકોટનો કિલ્લો ગ્રહરિપૂએ બંધાવેલ છે તો ત્યાંનો રાજમહેલ પણ રાણકદેવી મહેલ તરીકે ઓળખાય છે જે ૧રમી સદીમાં ચુડાસમા રાજવંશના રા’ખેંગારના મહારાણી હતા. ત્યારે પ્રાચિન ઈતિહાસને ધ્યાને લઈ રાજમહેલને ફકત ‘રાણકદેવી મહેલ’ નામ રાખવા ચુડાસમા રાજપુત સમાજના પ્રમુખ વિરમદેવસિંહ એ. ચુડાસમાએ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પાઠવેલ પત્રમાં રજુઆત કરી માંગણી કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews