ઉના વડલા પોલીસ ચોકીના કોન્સ્ટેબલને એક મોબાઈલ નંબર ઉપરથી ગફાર દાઉદભાઈ ચોરવાડા રહે. ભોંય વાળાએ કોલ કરી જણાવેલ કે ઉના ભિયવળામાં ફાયરિંગ થયેલ છે અને એક બહેનને હાથમાં ગોળી વાગી ગયેલ છે. તત્કાલ પોલીસને મોકલાવો આ બાબતે મેસેજ મળતા તાત્કાલિક પોલીસ દ્વારા જોઈ તપાસ કરતાં ફોન કરનાર ઈસમ જણાવેલ કે મારા ભાઈ અને મારી બહેનના છોકરાની બાબતમાં બોલચાલ થયેલ હોય અને તાત્કાલિક પોલીસને બોલાવવા ફાયરિંગ થયું છે તેવો મેસેજ કરેલ હતા ત્યારે હાલ કોરોનાની મહામારીમાં લોકોને ભય ફેલાવવા માટે આવા ખોટા મેસેજ કરીને પોલીસને ગુમરાહ કરી ખોટી માહિતી આપતા કોલ કરનાર ઈસમ વિરૂદ્ધ ધોરણસરની ફરીયાદ થવા પામેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews