કોંગ્રેસના વેચાતા માલને બદલે ભાજપ તેના કાર્યકરોને ટિકીટ આપી જીતી બતાવે

0

ભારતીય જનતા પાર્ટી આવનારી વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસમાંથી ગયેલા વેચાતા માલને ટિકિટ આપવાને બદલે પોતાના કાર્યકરોને ટિકિટ આપીને ચૂંટણી જીતી બતાવે તેવો પડકાર ફેંકી વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાએ જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રેલીઓ અને દેખાવો કરવા પૂરતા જ છે.
જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોને રાજીનામા અપાવીને ત્યારબાદ તેમને ટિકિટ આપી ભાજપ સરકાર બચાવે છે. કોંગ્રેસીઓ ભાજપ પક્ષમાં જાેડાય કે આપણે જાેડવા પડે તેવા સંજાેગોના બદલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની તાકાત ઉપર લડે અને પોતાની તાકાત ઉપર લડીને જીતે તેવા નવા વરાયેલા ભારતીય જનતા પક્ષના પ્રમુખ સી.આર.પાટીલે કરેલા નિવેદન અંગે આકરી પ્રતિક્રિયા આપતાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પક્ષમાં અને તેના કાર્યકર્તામાં એટલી તાકાત હોય તો રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ૮ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા, તેને રાજ્યસભા ચૂંટણી બાદના થોડા દિવસોમાં જ ભાજપમાં કેમ જાેડવામાં આવ્યા ? તેમણે જણાવ્યું હતું કે, ૨૦૧૭ પહેલાં ૨૪ ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી હતી તે ૨૪ ધારાસભ્યોમાંથી ૨૨ સભ્યો ભાજપમાં જાેડાયા હતા. ભાજપમાં જાેડાયેલા ૨૨ પૈકી ૧૯ને ભાજપે ટિકિટ આપી હતી. કોંગ્રેસના જે લોકોને ભાજપે ટિકિટ આપી હતી તેમાંથી ચૂંટાયેલા જશા બારડને મંત્રી પદ, જયેશ રાદડિયાને મંત્રી પદ, વિઠ્ઠલ રાદડિયા અને પ્રભુ વસાવાને સાંસદ બનાવ્યા, બલવંતસિંહ રાજપૂતને ચેરમેન બનાવ્યા અને તે પૈકીના ધર્મેન્દ્રસિંહ જાડેજા હાલમાં મંત્રી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જાેડાયેલા નરહરી અમીનને તાજેતરમાં ટિકિટ આપી હતી તે હવે રાજ્યસભાના સાંસદ છે. પુનમબેન માડમ અને દેવુસિંહ ચૌહાણ લોકસભાના સાંસદ છે તેમજ અગાઉ લાલસિંહ વડોદિયાને રાજ્યસભા અને દેવજી ફતેપરાને લોકસભાની ટિકિટ આપીને સાંસદ બનાવ્યા હતા. કોંગ્રેસ પક્ષમાંથી ૨૦૧૭માં જે ધારાસભ્યો જીત્યા હતા તેમાંથી અગાઉ ૭ ધારાસભ્યો રાજીનામા આપીને ભાજપમાં જાેડાયા હતા તેમાંથી ભાજપે ૬ને ટિકિટ આપી હતી ભાજપ પોતાની તાકાત પર લડે અને જીતે શું ભાજપના કાર્યકર્તામાંથી જીતીને ધારાસભ્ય બનેલાઓમાં શું મંત્રી બનવાની તાકાત નથી ? તેવો સવાલ વિધાનસભાના ઉપનેતાએ નિવેદનમાં જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!