ખંભાળિયાની મેઈન બજારમાં બે આખલાઓ બાખડતાં દોડધામ : મોટરસાયકલોનો કડૂસલો બોલ્યો

ખંભાળિયાની ટ્રાફિકથી ધમધમતી એવી મેઈન બજારમાં ગઈકાલે સાંજે એકાએક બે આખલાઓ બાખડતા થોડો સમય આસપાસના દુકાનદારોમાં ભયનું મોજુ પ્રસરી ગયું હતું. આ આખલાઓએ આ વિસ્તારમાં પાર્ક કરીને રાખવામાં આવેલી પાંચથી છ જેટલી મોટરસાયકલને વ્યાપક નુકસાન પહોંચાડી હતી. ગઈકાલે મંગળવારે સાંજે મેઈન બજારમાં સેન્ટ્રલ બેન્ક પાસે બેઠેલા ગાય અને બળદના ઝૂંડ વચ્ચે બે વિશાળ આખલાઓ તોફાને ચડ્યા હતા. આ રમખાણમાં સતત દસથી પંદર મિનિટ સુધી આ બંને આખલાઓ બાખડતા થોડો સમય આ વિસ્તારના દુકાનદારો અને રાહદારીઓમાં ભયનું મોજુ પ્રસરી ગયું હતું. ઝનૂન પૂર્વક બાખડી રહેલા આ બંને આખલાઓને છોડાવવા આસપાસના દુકાનદારોએ પાણીનો મારો ચલાવ્યો હતો. આટલું જ નહીં એકાદ-બે રેકડીવાળાએ હિંમતપૂર્વક દંડા વડે બાખડતા આ આખલાઓને છુટ્ટા પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. આમ, સતત આશરે ૧૫ મિનીટ સુધીના આ દ્વંદ્વયુદ્ધ પછી બંન્ને આખલાઓ છુટા પડ્યા હતા. આ પરિસ્થિતિમાં મેઈન બજાર વિસ્તારના પાર્િંકગમાં પાર્ક કરવામાં આવેલા પાંચ થી છ જેટલા સ્કૂટર- મોટર સાયકલ આ યુદ્ધનો ભોગ બન્યા હતા અને વાહનોમાં નુકસાની થવા પામી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!