કેરીનું નામ આવતાની સાથે કેરીના સ્વાદ રસીકોમાં કેરીનો સ્વાદ તાજો થઈ જાય છે. ઉનાળામાં ફળોની રાણી કેરીની વિવિધ જાતોનો સ્વાદ ચાખવા મળે છે. ચોમાસાની શરૂઆત બાદ કેરીની સિઝન પુરી થાય છે ત્યારે કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના ખેડુત કરશનભાઈ હડીયાની વાડીએ આઠ આંબાનું વાવેતર કરેલ છે. જેમાંના એક આંબામાં હાલમાં પણ કેરી જોવા મળતા ચર્ચાનો વિષય બની ગયો છે. સરેરાશ આંબામાં આવેલ કેરીની સિઝન ચોમાસાની શરૂઆતમાં પુર્ણ થાય છે જ્યારે ચોમાસાના દોઢ મહીના બાદ પણ આંબામાં કેરી જોવા મળી રહી છે. જો કે હાલમાં આંબામાં માત્ર એક જ કેરી છે. નર્સરી ધરાવતા તથા આંબાની કલમો તૈયાર કરતા નિષ્ણાંતોના કહેવા મુજબ આ એક અનોખી અને આશ્ચર્યજનક ઘટના ગણાવી રહયા છે તેમજ બારમાસી આંબાની કલમોમાં વર્ષમાં બે થી ત્રણ વખત કેરી આવે છે પરંતુ શ્રાવણ મહીનામાં ફળ આવતા નથી અને તેમાં કેરીનું મોટું ફળ પણ થતું નથી. એક અનુભવી ખેડુતે આ કેરીને પાયરી જાતી તરીકે ઓળખાવી રહ્યા છે. આ બાબતે સંશોધનકારો દ્વારા આ બાબતનું સંશોધન કરવામાં સફળતા મળે તો કેરી સ્વાદ રસીકોને અડધા વર્ષથી વધુ સમય કેરીનો સ્વાદ ચાખવા મળશે તેવું પણ બની શકે. હાલમાં કેસર કેરીથી અલગ દેખાતી કેરી શ્રાવણ મહીનામાં પણ જોવા મળતા લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews