ગાડીમાં એલઇડી સ્ક્રીન ઉપર માસ્ક અને સેનેટાઇઝર અંગે માર્ગદર્શન

0

કોરોનાની મહામારીને લઇને પોલીસ ૨૪ કલાક ફરજ બજાવી રહી છે તે પણ કોરોના વોરીયર્સ તરીકે ઓળખાય છે. કોરોના વધુ ન ફેલાય તે માટે અનેક પ્રયાસ કરી લોકોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાને લઇને પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં એક ગાડીમાં એલઇડી સ્કીન ઉપર માસ્ક ફરજિયાત પહેરવું, સેનેટાઇઝરનો ઉપયોગ કરવો તેમજ પોલીસની વિવિધ કામગીરી વિષે લોકોને માહિતગાર કરે છે. આ ગાડી જૂનાગઢ શહેરના અને જીલ્લાનાં ગ્રામ્ય સ્તરમાં ગાડી અને માઈક દ્વારા ફેરી કરીને વિવિધ વિસ્તારોમાં કોરોનાથી સાવધાન રહો અને જરૂરી તબીબી માર્ગદર્શન આપે છે અને એક જગ્યાએ રોકી અને આ એલઇડી સ્કીન શરૂ કરવામાં આવે છે. આ જોઇ લોકો પણ એકઠા થઇ જાય છે. જૂનાગઢ શહેરના મજેવડી ગેઇટ ઉપર મંગળવારના રાત્રીના આ એલઇડીને જોવા માટે લોકો એકઠા થઇ ગયા હતા. આ એલઇડી સ્કીન પોલીસ દ્વારા લોકડાઉનમાં કરવામાં આવેલી સફળ કામગીરી પણ બતાવવામાં આવે છે. ત્યારે જૂનાગઢ પોલીસના આ નવતર પ્રયોગથી લોકો જાગૃત બને અને બહાર નિકળતા સમયે ફરજિયાત માસ્ક પહેરે તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરવામાં આવે તો કોરોના ઉપર કાબુ મેળવી શકાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!