ગિરના સિંહ ખેડૂતના મિત્રો છે : ખેતરમાંથી પ્લાસ્ટીક દૂર કરતી સિંહણ

સામાન્ય રીતે ગિરના સિંહો તે ખેડૂતના મિત્રો છે. ખેડૂત ખેતરમાં કામ કરતો હોય તો પણ તેમની પાસેથી પસાર થઇ જતા હોય અથવા તો તેમના ખેતરમાં આટા મારતા હોય છે. ત્યારે વધુ એક વખત ધારી પંથકના એક ખેતરમાં પડેલા પ્લાસ્ટીકને સિંહ પોતાના મોંમા ઉચકીને લઇ જતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જેને લઇને વન વિભાગના એક અધિકારીએ ટિ્‌વટ કરાવીને જણાવ્યું છે કે, સિંહો ખેડૂતનો મિત્ર છે કેમ કે તેઓ પાકને નુકસાનકારક પ્રાણીઓને મારી નાખે છે. તેમને પ્લાસ્ટીકનો કચરો પણ પસંદ નથી. અભીયારણ વિસ્તારની બહાર આ ફોટો બીટગાર્ડ ભાવિનભાઇ સોલંકી દ્વારા પાડવામાં આવ્યો છે અને સિંહણ સ્વચ્છ ભારત અભિયાનનો સંદેશો આપતી હોય તેમ જોવા મળી રહ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!