ખેડુતોના મસીહા વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રથમ પુણ્યતિથી ધામધુમથી ઉજવાશે

0

રાજકીય નેતા તેમજ ખેડુતોના મસિહા અને સૌરાષ્ટ્રનાં છોટે સરદાર તરીકે ઓળખાતા વિઠ્ઠલભાઈ રાદડીયાની આજે પ્રથમ પુણ્યતિથી હોય જેને લઈને વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં રકતદાન કેમ્પ યોજી જરૂરીયાતમંદોને રકત પહોંચાડવામાં આવશે. તે ઉપરાંત હવે સાતમ-આઠમના તહેવારોને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહયા હોય જેને લઈને વિઠ્ઠલભાઈ રાદડીયાની પુણ્યતિથી નિમિત્તે ગરીબ લોકોને ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવશે. વિઠ્ઠલભાઈ રાદડીયાની વાત કરીએ તો તેમનો જન્મ જામકંડોરણા ખાતે તા.૧-૧૧-૧૯પ૮ ના રોજ થયેલ હતો. તેમણે બી.એ. સુધી અભ્યાસ કર્યો છે અને પ્રથમ વખ તા.ર૪-ર-૧૯૮૯ના રોજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચુંટાયા હતા. ત્યારબાદ તેમની કામગીરીને લઈને તા.ર૪-ર-૧૯૯૦ના રોજ તેઓ ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા. ધારાસભ્ય બન્યા બાદ વિઠ્ઠલભાઈ રાદડીયાએ વિવિધ વિકાસના કામો કર્યા છે. જેમાં ખાસ કરીને ખેડુતો માટે વિવિધ કામો કર્યા હોવાથી તે ખેડુતોના મસિહા તરીકે ઓળખાતા હતા. ત્યારબાદ તા.ર૩-૧૦-૧૯૯૬થી ૮-૩-૧૯૯૮ સુધી કેબીેનેટ મંત્રીનું પદ મળ્યું હતું. જેમાં ખાણ-ખનીજ, સહકાર સિંચાઈ ખાતાનો હવાલો સંભાળ્યો હતો. તા.૧-૯-૧૯૯પથી ર૦૧૮ સુધી રાજકોટ ડીસ્ટ્રીકટ બેંકના ચેરમેન રહયા હતા. વર્ષ ર૦૦૪ થી ર૦૧૯ સુધી ઈફકોના ડાયરેકટર રહયા હતા. તા.૧૬-પ-૧૯૯૦ થી ર૦૧૯ સુધી સાંસદસભ્યનું પણ પદ સંભાળ્યું હતું. ત્યારે તેમની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી નિમિત્તે જામકંડોરણામાં સવારે ૮ વાગ્યાથી કુમાર છાત્રાલય ખાતે ગરીબ પરિવારોને વિનામૂલ્યે મીઠાઈ તથા ફરસાણ વિતરણ કરવામાં આવશે. તે ઉપરાંત વિવિધ ૧૧ જગ્યાએ રકતદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ વર્ષે જયેશભાઈ રાદડીયા અને લલિતભાઈ રાદડીયાએ સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની પુણ્યતિથી નિમિત્તે સેવાકાર્યો વધારી ધોરાજી, જેતપુર, કાલાવડ અને જામકંડોરણા તાલુકાના અંદાજીત ૧૭ હજાર જેટલા ગરીબ પરિવારોને મીઠાઈ, ફરસાણ વિતરણ કરશે. રાજયના કેબીનેટ મંત્રી અનેે લેઉવા પટેલ કન્યા છાત્રાલય જામકંડોરણાના પ્રમુખ જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે, પૂ.પિતા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાએ જામકંડોરણા વિસ્તારના ગરીબ પરિવારોને છેલ્લા ઘણાં સમયથી વિનામૂલ્યે ફરસાણ અને મીઠાઈ જન્માષ્ટમીના તહેવારોમાં આપતા હતા. આથી તેમની પુણ્યતિથી નિમિત્તે આ સેવાકાર્ય યથાવત રહેશે અને જામકંડોરણા નહિ પરંતુ કાલાવડ, ધોરાજી સહિતના તાલુકાઓમાં પણ ગરીબ પરિવારોને શુધ્ધી ઘીનો મોહનથાળ અને ફરસાણ આપવામાં આવશે. રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાએ જણાવ્યું હતું કે, સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયા અમારા માટે માર્ગદર્શક હતા. આજે તેઓ નથી જેનું અમોને ઘણું દુઃખ છે. પરંતુ તેમના સેવાકાર્ય જયેશભાઈ રાદડીયા અને રાદડીયા પરિવાર દ્વારા અવિરત ચાલુ જ રાખવામાં આવ્યા છે. આ કાર્યને સફળ બનાવવા જામકંડોરણાના સરપંચ જસમતભાઈ કોયાણી, તાલુકા ભાજપના પ્રમુખ ચંદુભાઈ ચૌહાણ, માર્કેટીંગ યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઈ બોદર, ચીમનભાઈ પાનસુરીયા, જયેશભાઈ રાદડીયાના પીએ વિઠ્ઠલભાઈ બાલધા, જીતુભાઈ ગોંડલીયા, કિશોરભાઈ રાઠોડ, ભરતભાઈ બગડા તેમજ જામકંડોણા તાલુકા સરપંચો, ખોડલધામ સમિતિના કાર્યકર્તાઓ સહિતના અગ્રણીઓ કુલ ૧૭ હજાર પરિવારોને વિનામૂલ્યે ફરસાણ અને મીઠાઈ વિતરણ કરવાની વ્યવસ્થામાં જહેમત ઉઠાવી રહયા છે. વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે જૂનાગઢ જીલ્લો, પોરબંદર, અમદાવાદ, ભરૂચ એકી સાથે ૧૩ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ આજે તા.ર૯-૭-ર૦ ને બુધવારના રોજ સવારે ૮ વાગ્યાથી બપોરના ર વાગ્યા સુધી યોજાશે. જેમાં રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા તથા લલિતભાઈ રાદડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!