જૂનાગઢ શહેર અને જિલ્લામાં જુલાઈ માસ આખો કોરોનાગ્રસ્ત રહ્યો છે અને રોજબરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે. ગઈકાલે જૂનાગઢ સીટીના ૧૧ કેસ સહિત કુલ ૧૬ જેટલા કેસો નોંધાયા છે અને ૩ ના મૃત્યુ થયા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે સત્તાવાર આપેલી યાદી અનુસાર જૂનાગઢ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહેલ છે. કોરોનાના વધતા કેસોને કારણે લોકોમાં ચિંતાની લાગણી ફરી વળી છે. દરરોજ નોંધાતા કોરોના પોઝીટીવના કેસોમાં જૂનાગઢ શહેરના કેસ પ૦ ટકા કરતાં પણ વધુ છે. ગઈકાલે વધુ ૧૬ કેસ નોંધાયા છે. ૩ દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ નીપજયા છે. જાે કે આ ત્રણે મૃત્યુ કોરોના સાથે અન્ય બિમારીને કારણે થયા હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે. ગઈકાલે આવેલા ૧૬ કેસમાંથી ૧૧ કેસ જૂનાગઢ સીટીના છે જયારે ર૬ દર્દીઓની તબિયત સુધરતાં તેને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. જિલ્લામાં કુલ ૧૭૦ કેસ એકટીવ છે. જૂનાગઢ સીટી, ગ્રામ્ય અને તાલુકાઓમાં નોંધાયેલા કોરોનાના કેસો પૈકી જૂનાગઢ સીટી ૧૧, જૂનાગઢ ગ્રામ્યમાં એક પણ કેસ નોંધાયેલ નથી. ભેંસાણમાં – ર, મેંદરડા, માંગરોળ અને વિસાવદરમાં કોરોનાનો એક-એક કેસ નોંધાયો છે. કેશોદ, માળીયા, માણાવદર અને વંથલીમાં ગઈકાલે કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews