ચોરવાડ ખાતે જુગાર દરોડા

0

ચોરવાડ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.જે.ડાભી અને સ્ટાફે ચોરવાડનાં ખાણીયાવાડી વિસ્તારમાં ચોક્કસ બાતમીનાં આધારે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૩ શખ્સોને કુલ રૂા.પ૩૬૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે ચોરવાડનાં પોલીસ કોન્સ્ટેબલ ભાવસીંહ કેશરભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ચોરવાડનાં જડકા ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૬ શખ્સોને જુગાર રમતાં રૂા.૧૮પ૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે ગડુ ખાતે જુગાર અંગે દરોડો પાડતાં ત્યાંથી પ શખ્સોને જુગાર રમતાં ૩૩૪૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!