ભેંસાણ અને ખંભાળીયા ખાતે અપમૃત્યુનાં બનાવો નોંધાયા

ભેંસાણ ખાતે રહેતાં રમણીકભાઈ ગોવિંદભાઈ વાડીએ મોટરનાં પાઈપમાં કોથળો નાંખવા જતા અકસ્માતે પગ લપસી જતાં કુવામાં પડી જતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે હાલ ખંભાળીયા ખાતે રહેતાં મનીષાબેન હિતેષભાઈને અઢીમાસ પહેલા ડિલેવરી થયેલ હોય અને તેને ટાંકા લીધેલ હોય જેમાં દુઃખાવો થતો હોય તેથી તેના પતિને તેણે દવાખાનું જવાનું કહેતા બીજા દિવસે દવાખાને જઈશું તેમ કહેતા મરણજનારને મનમાં લાગી આવતા પોતે પોતાની મેળે ખંભાળીયા ગામના વાડીનાં કુવામાં પડી આપઘાત કરી લેતાં ડુબી જવાથી તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!