વેરાવળ બિનવારસી ટ્રકનાં ચોરખાનામાંથી દોઢ લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો

0

વેરાવળ નજીક છાત્રોડા-ડારી રોડ ઉપર બંધ હાલતમાં ઉભેલા ટ્રકના ચોરખાનામાંથી સોમનાથ મરીન પોલીસને વિદેશી દારૂની બોટલો નંગ ર૮૮૦ કીં. રૂા.૧,૪૪,૦૦૦ નો મળી આવતા મોબાઇલ ફોન તથા ટ્રક મળી કુલ રૂા.પ,૯૪,પ૦૦ નો મુદામાલ ઝડપી લીધેલ છે. આ અંગે સોમનાથ મરીન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પીઆઇ સોનરાતના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન બાતમીના આધારે છાત્રોડા પુલ પાસે ડારી ગામ તરફ જતા રોડ ઉપર ટાટા આઇસર કંપનીનો ટ્રક નં. જી.જે. ૧૪ એકસ પ૯૪૪નો બંધ હાલતમાં રોડ ઉપર પડેલ હતો. જેમાં તપાસ કરતા ટ્રકના ઠાઠાના ચોરખાનામાંથી વિદેશી દારૂની પેટી નંગ ૬૦ બોટલો નંગ ર૮૮૦ કીં. રૂા.૧,૪૪,૦૦૦ મળી આવેલ હતો. આ સાથે એક મોબાઇલ ફોન કીં. રૂા.પ૦૦ તથા ટ્રક કીં. રૂા.૪,પ૦,૦૦૦ નો મળી કુલ રૂા.પ,૯૪,પ૦૦ નો મુદ્દામાલ ઝડપી લીધેલ હતો. જયારે ટ્રક ચાલક હાજર નહીં હોવાથી મળી આવેલ નહીં. આ અંગે સોમનાથ મરીન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે. જેમાં બિનવારસી ટ્રક અમરેલી પાસીંગનો હોવાનું જણાતા અમરેલી આર.ટી.ઓ. કચેરી પાસેથી ટ્રકના માલીકની માહિતી માંગવામાં આવી છે. આ ઉપરાંત ટ્રકમાંથી મોબાઇલ મળી આવેલ હોય જેમાં રહેલા ડેટાની તપાસ હાથ ધરવામાં આવી છે જેના ઉપરથી વિદેશી દારૂનો જથ્થો કયાંથી આવ્યો અને કોનો હતો તેની માહિતી બહાર લાવવા તપાસ કરવામાં આવી રહી હોવાનું પીઆઇ સોનરાતે જણાવેલ છે. અત્રે નોંધનીય છે કે, નજીકના દિવસોમાં તહેવારો આવી રહેલ છે તે પૂર્વે પાડોશી જીલ્લાઓમાંથી મોટાપાયે દારૂની હેરાફેરીનું નેટવર્ક ધમધમી રહયુ હોવાની લોકોમાં ચર્ચાઓ થઇ રહેલ છે તેવા સમયે દોઢ લાખની કિંમતનો મોટો વિદેશી દારૂનો જથ્થો એક બિનવારસી ટ્રકમાંથી મળવા બાબતે પણ ચણભણાટ શરૂ થયો છે. ત્યારે આગામી દિવસોમાં પોલીસ તપાસમાં શું સત્ય બહાર આવશે તે મહત્વનું રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!