વેરાવળ એજયુકેશન સોસાયટીમાં તા.૪ ઓગષ્ટ સુધી પ્રવેશ મેળવી લેવો

વેરાવળ એજયુકેશન સોસાયટી સંચાલીત કે.એમ. સવજાણી તથા કે.કે. સવજાણી બી.બી.એ., બીસી.એ. કોલેજમાં ચાલતા અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રીયા શરૂ કરવામાં આવેલ છે. હાલ કોવીડ-૧૯ની વિશ્વવ્યાપી મહામારીને ધ્યાને લઇ સરકાર તથા યુનિવર્સીટીનાં પરીપત્રને અનુસંધાને શૈક્ષણીક વર્ષ ર૦ર૦-ર૧માં પ્રવેશ પ્રક્રીયામાં મુદત વધારવામાં આવેલ હોય જેથી જે વિદ્યાર્થીઓને પ્રવેશ લેવાનો બાકી હોય તેઓએ તા.૪ ઓગસ્ટ સુધીમાં કોલેજનો સંપર્ક કરવા અને આ કામગીરી અંગે સરકાર દ્વારા આપવામાં આવેલ માર્ગદશીકાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે અને માસ્ક પહેરી સામાજીક અંતર જાળવવાનું રહેશે તેમ કોલેજના પ્રીન્સીપાલે યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!