માંગરોળના છ ગામોની પાણીની સમસ્યા દૂર કરવા રૂા.૧૪ કરોડના ખર્ચે નવી પાઇપ લાઇન નંખાશે

માંગરોળ તાલુકાના છ ગામોની પીવાની પાણીની લાઇન વારંવાર તુટી જવાથી મુશ્કેલી અનુભવતા હતા. આ મુશ્કેલીનો કાયમી અંત લાવવા સોરઠના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ સરકારમાંથી રૂા.૧૪ કરોડના ખર્ચે નવી પાઇપ લાઇન નાંખવાની કામગીરી મંજુર કરાવતા લોકોમાં ખુશીની લાગણી પ્રસરી હતી.
માંગરોળ તાલુકાનાં શેપા, હુસેનાબાદ, આરેણા, ખોડાદા, શેરીયાજ, શાપુર અને બારાના લોકો ઘણા સમયથી પીવાના પાણી નિયમિત મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરી રહેલ હતા. કારણ કે, કામનાથ-શેપા વચ્ચેની પીવાની પાણીની લાઇન વારંવાર તુટી જતી હોવાથી સમસ્યા સર્જાતી હતી. જે અંગે શેરીયાજના સરપંચ જેઠાભાઇ ચુડાસમાએે સાંસદને રજુઆત કરી હતી. જે અન્વયે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને ધારદાર રજુઆત સાથે વ્હેલીતકે કાયમી સમસ્યા દુર કરવા માંગણી કરી હતી. જેમાં જણાવેલ કે, ચોટીલી વીરડીથી શેપા સુધી નવી પાઇપ લાઇન નાંખવી તેમજ તેની હેઠળ આવતા છ ગામોમાં અલગ ડી.આઇ. પાઇપ લાઇન નાંખવામાં આવે તો પાણીની સમસ્યા હલ થઇ જશે જે રજુઆતને સરકારે માન્ય રાખી મંજુર કરવાની સાથે આ કામગીરી માટે રૂા.૧૪ કરોડની ફાળવણી પણ કરી ટેન્ડર બહાર પાડી દીધું હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!