સોમનાથ સંસ્કૃત યુનીવર્સીટીમાં આજથી ૬ ઓગષ્ટ સુધી ઓનલાઇન સંસ્કૃત સપ્તાહ મહોત્સવ યોજાશે

0

સરકારનાં નિર્દેશ અનુસાર આગામી તા. ૩-૮-૨૦૨૦નાં રોજ ‘શ્રાવણ પૂર્ણિમાનાં દિવસે સંસ્કૃત દિવસનું આચરણ સમગ્ર દેશમાં કરવામાં આવે છે. પરંપરાગત સંસ્કૃત દિનની ઉજવણી અંતર્ગત સંસ્કૃત સપ્તાહ તરીકે આયોજન થાય છે. સંસ્કૃત પ્રતિ જન-જાગૃતિ હેતુથી ઉજવવામાં આવે છે. આ સંદર્ભે સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા પણ સંસ્કૃત સપ્તાહ મહોત્સવ આજ તા.૩૧ જુલાઇથી તા.૬ ઓગષ્ટ સુધી આયોજન કરવામાં આવેલ છે. સંસ્કૃત સપ્તાહનો પ્રારંભ તા.૩૧-૭-૨૦નાં સવારે ૧૦-૩૦ વાગ્યે ઓનલાઇન વેબેક્સ અને ફેસબુકના માધ્યમથી લાઇવ પ્રસારીત થયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે દિલ્હીથી સંસ્કૃત પ્રતિષ્ઠાના ચમૂ કૃષ્ણશાસ્ત્રી ઉપસ્થિત રહયા હતાં. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કુલપતિ પ્રો.ગોપબંધુમિશ્ર રહયા હતાં. આ સંસ્કૃત સપ્તાહ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા. ૩૧ જૂલાઇના, તા.૧, ૪,૫ ઓગસ્ટનાં રોજ સ્પર્ધાનું આયોજન ઓનલાઇન વેબેક્સના માધ્યમથી નિર્ધારિત દિવસે સાંજે ત્રણ થી પાંચ વાગ્યે બે સ્તરમાં કરવામાં આવશે. પ્રથમ સ્તરમાં માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિકના વિદ્યાર્થીઓ અને દ્વિતીય સ્તરમાં કોલેજ કક્ષાના વિધાર્થીઓ ભાગ લઇ શકશે. આ દરેક સ્પર્ધાનું રજીસ્ટ્રેશન (પંજીકરણ) ગુગલ-લિંક તથા સ્પર્ધાના નિયમો સોમનાથ યુનીવર્સીટીની વેબસાઇટ ુુુ. જજજે.ટ્ઠષ્ઠ.ૈહ ઉપરથી પ્રાપ્ત થઇ શકશે. સ્પર્ધાર્થીને પ્રતિભાગિતા ઇ-પ્રમાણપત્ર પણ આપવામાં આવનાર છે. આ ઉપરાંત સોશ્યલ મીડિયા દ્વારા સંસ્કૃત પ્રચાર અભિયાનનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં સંસ્કૃત પ્રચાર અભિયાન અંતર્ગત સૂક્તિ દ્વારા સંસ્કૃત પ્રચાર, વર્તમાનપત્રમાં પ્રતિદિન એક-એક લેખ પ્રકાશિત કરવામાં આવશે, સંસ્કૃતમાં ગૌરવ ધરાવતા લોકોનું વિડિયો દ્વારા સંસ્કૃત પ્રચાર કરવામાં આવનાર છે. આ સંસ્કૃત સપ્તાહનું સમાપન તા.૬ ઓગષ્ટે સવારે સાડા દસ વાગ્યે ફેસબુક ઉપર લાઇવ પ્રસારિત કરવામાં આવશે. જેમાં મુખ્ય અતિથિ ગોવિંદગુરૂ યુનીવર્સીટીનાં કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ રહેશે. સમાપન કાર્યક્રમમાં વિજેતા સ્પર્ધકોના નામ ઘોષિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા સંચાલિત ૩૬ મહાવિદ્યાલયના સંબંધિત અધિકારી, પ્રાધ્યાપક, કર્મચારી અને બધા જ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે તેમ યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!