ગીર સોમનાથ જીલ્લામાં સાર્વત્રીક અડધોથી બે ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક

0

ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકમાં ગઈકાલે સવારથી મેઘાવી માહોલ સાથે સુર્યનારાયણની ગેરહાજરીમાં મેઘરાજાએ પડાવ કરી ધીમી પણ ધીંગીધારે હેત વરસાવેલ છે. જીલ્લામાં અડધો થી બે ઇંચ જેવો સરેરાશ વરસાદ નોંધાયેલ છે.
ગીર-સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે ગઈકાલે સવારે સુર્યનારાયણની ગેરહાજરીમાં મેઘાવી માહોલ સર્જાયેલ હતો અને સવારના દસ થી સાંજે છ વાગ્યા સુધી છુટા છવાયા ઝાંપટારૂપી વરસાદ પડેલ હતો. જીલ્લાના મુખ્ય મથક વેરાવળમાં રપ મી.મી. (એક ઈંચ), ઉના ૧૯ મી.મી. (પોણો ઈંચ), કોડીનાર પ૦ મી.મી. (બે ઈંચ), ગીરગઢડા ૧૩ મી.મી. (અડધો ઈંચ), તાલાલા ૩૬ મી.મી. (દોઢ ઈંચ), સુત્રાપાડા ૧૧ મી.મી. (અડધો ઈંચ) વરસાદ પડેલ છે. જીલ્લાના જંગલ વિસ્તારમાં પણ સારો એવો અનરાધાર વરસાદ વરસેલ હોવાનું જાણવા મળી રહેલ છે. તો ગઈકાલના વરસાદના લીધે જગતના તાત એવા ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરેલી જોવા મળતી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!