ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનાં ૮ કેસ આવ્યા : ૧૨ દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા

ગીર સોમનાથ જીલ્લામાં આજે કોરોનાનાં વધુ ૮ કેસો આવેલ છે. જયારે ગઈકાલે ૧ર દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવેલ છે. જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસો ૪પ૪ નોંધાયેલ છે, જેમાં ૧૭૬ એકટીવ કેસો છે અને ર૬૮ દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા છે. ૧૦ લોકોનાં મૃત્યું થયા છે.ગીર સોમનાથ જીલ્લાનાં મુખ્ય મથક વેરાવળમાં થોડા દિવસોથી કોરોનાનો કહેર વધી રહેલ છે જેમાં ગઈકાલે જીલ્લાના પાંચ તાલુકામાંથી આઠ કેસો નોંધાયેલ છે. જેમાં વેરાવળમાં ૧, કોડીનારમાં ૧, ઉનામાં ર, ગીરગઢડામાં ર, તાલાલામાં ર મળી કુલ આઠ પોઝીટીવ દર્દી આવેલ છે. જયારે ગીર-સોમનાથ જીલ્લામાં ગઈકાલે ૧ર દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવેલ છે. જેમાં વેરાવળ-ર, સુત્રાપાડા-૧, કોડીનાર-ર, ઉના-૪ અને અન્ય શહેરોના-૩ મળી કુલ ૧ર દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!