કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘ દ્વારા ગઈકાલે નાયબ કલેકટરને જૂનાગઢ ઉપરકોટમાં આવેલ મહારાણી રાણકદેવીનાં મહેલને પ્રવાસન વિભાગ દ્વારા જુમ્મા મસ્જિદ સાથે જોડી સોરઠની સંસ્કૃતિને લાંછન લગાડનાર પ્રવૃત્તિ ગણાવી ભુલ સુધારી રાજપૂત સમાજની ગરિમા જાળવવા અપીલ કરી છે. કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘ દ્વારા એવી રજૂઆત કરી હતી કે કાઠીયાવાડમાં ચુડાસમા રાજવંશનું ઈ.સ. ૮૭૫ થી શાશન હતું ૬૦૦ વર્ષનાં હિન્દુત્વનાં પ્રતિક સમાન શાસનમાં ઉપરકોટનો કિલ્લો, અડીકડી વાવ, નવઘણ કુવો, રાણકદેવી મહેલ, ખાપરા કોડિયાના ભોંયરા હાલ પણ હયાત છે અને હિન્દુ સંસ્કૃતિ અને સ્થાપત્યકળાના બેનમૂન નમૂનારૂપ પ્રસિદ્ધ છે. જેના આધાર પુરાવા ઈતિહાસમાં અને સાહિત્ય તેમજ લોકસાહિત્યમાં ઉપલબ્ધ છે. કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજા રજવાડાઓથી ભરપુર રાજપૂત સમાજના ઇતિહાસમાં છેડછાડ કરી ક્ષત્રિય સમાજની અવગણના કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. કેશોદ રાજપૂત યુવા સંઘ સહિતના આગેવાનો દ્વારા લેખિતમાં આવેદનપત્ર આપી માંગણી કરી છે કે જૂનાગઢ ઉપરકોટમાં રાણી રાણકદેવી મહેલ સાથે જુમ્મા મસ્જિદનું બોર્ડ પ્રવાસન વિભાગ દ્વારા લગાવવામાં આવેલું છે તે દુર કરી માત્રને માત્ર રાણકદેવી મહેલ દર્શાવવામાં આવે તેવી માંગણી કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews