જૂનાગઢ બાયપાસનાં કામ સબબ ૧પ ઓગષ્ટ સુધી અવર-જવર ઉપર પ્રતિબંધ

જૂનાગઢ બાયપાસનું કામ ચાલી રહેલ છે જેમાં અડચણ ન થાય તે માટે બાયપાસ બંધ કરવામાં આવેલ છે. અત્રે નોંધનીય છે કે આ પહેલાં પણ જાહેરનામુ બહાર પાડી અને બાયપાસ ઉપર અવર-જવર માટે પ્રતિબંધ મુકાયો હતો. ત્યાર બાદ વધુ એક વાર જાહેરનામુ બહાર પાડી અને બાયપાસ બંધ કરવામાં આવેલ છે. જૂનાગઢ બાયપાસનો રસ્તો અને પુલો નવા બનાવવામાં આવી રહેલ છે. લાંબા સમયથી બાયપાસનું કામ ચાલી રહેલ છે. પરંતુ હજુ પૂર્ણ થયેલ નથી ત્યારે જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ જાહેરનાામું બહાર પાડી અને લોકોનાં બાયપાસ ઉપર અવર-જવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે જે આગામી તા. ૧પ ઓગષ્ટ, ર૦ર૦ સુધી અમલી રહેશે. આ જાહેરનામાને પગલે હવે બાયપાસ ઉપરથી પસાર થતા વાહનો હવે જૂનાગઢ શહેરમાંથી પસાર થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!