જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ સાથે અડધાથી દોઢ ઈંચ વરસાદ

0

જૂનાગઢ જિલ્લા અને તાલુકામાં ગઈકાલે અડધાથી દોઢ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ સાથે ધીમીધામે વરસાદ થયો હતો. કયાંક હળવા તો કયાંક ભારે ઝાપટા પડયા હતા. જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં દોઢ ઈંચ, વિસાવદર પંથકમાં ૧ ઈંચ, મેંદરડા, માંગરોળ, માણાવદરમાં અડધો ઈંચ જયારે કેશોદમાં પોણો ઈંચ વરસાદ પડયો હતો. જયારે જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના ઝાપટાં પડયાં હતાં. જૂનાગઢ જિલ્લામાં સિઝનનો કુલ ૬૮.૬ર ટકા વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ માણાવદર તાલુકામાં સિઝનનો ૯૯.૩૮ ટકા જયારે માંગરોળમાં સૌથી ઓછો ૩૧.૮૪ ટકા વરસાદ નોંધાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!