જૂનાગઢ શહેર અને સોરઠ જીલ્લામાં છેલ્લાં એક માસથી કોરોનાનાં વધતાં-જતાં કેસો અને સંક્રમણને કારણે શહેરની જનતામાં ચિંતાની લાગણી પ્રસરી ગયેલ છે. કોરોનાનાં સંક્રમણને અટકાવવા સાવચેતીનાં પગલાં તેમજ કોરોનાનાં દર્દીઓને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટેનાં પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે અને જૂનાગઢ શહેરમાં વધુ એક કોવિડ હોસ્પિટલ શરૂ થઈ રહી છે અને તેની મંજુરી જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રી સૌરભ પારઘી દ્વારા આપવામાં આવી છે અને આ હોસ્પિટલ કાર્યરત થતાંની સાથે જ કોરોનાનાં દર્દીઓને વધુ સારી સારવાર અને સુવિધા ઉપલબ્ધ થશે.
જૂનાગઢ શહેરમાં છ જેટલાં નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા આધુનિક સુવિધા, ઓક્સિજન, આઈસીયુ તેમજ ૩૦ જેટલાં બેડ ની સગવડતા સાથે તુલજા ભવાની બિલ્ડીંગમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી રહી છે અને જે અંગેની મંજુરી પણ જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રી દ્વારા આપવામાં આવી છે. આ બાબતે જૂનાગઢ સોરઠ જીલ્લા કલેકટરશ્રી સૌરભ પારઘીનો કોન્ટેકટ કરતાં સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે સરકારશ્રીની એવી ગાઈડલાઈન છે કે કોરોનાનાં દર્દીઓને જે હોસ્પિટલમાં સારી સુવિધા અને સારવાર મળી શકે તેવી હોસ્પિટલને મંજુરી આપી શકાય તેમ છે. જૂનાગઢમાં તુલજા ભવાની બિલ્ડીંગમાં આશરે ૩૦ બેડ, ઓક્સિજન, આઈસીયુ વગેરેની આધુનિક સુવિધાઓથી સજ્જ કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે અને સરકારનાં નિયમ અને ગાઈડલાઈન મુજબની સારવાર અહીં ઉપલબ્ધ બની શકે તેમ છે ત્યારે કોરોનાનાં દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં સરકારે જે સારવાર માટેનાં દર નક્કી કર્યા છે તે જ દરે અહીં પણ દર્દીઓને નિયમોનુસાર સારવાર પ્રાપ્ત થશે તેમ જૂનાગઢ કલેકટરશ્રીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાનું સંક્રમણ પાણી કે હવાથી ફેલાતું હોતું નથી અને તે બાબતમાં તથ્ય જાેવા મળતું નથી. કોરોનાનાં દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપી ત્યારબાદ હોમ આઈસોલેશનમાં પણ રાખવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોરોનાનાં સંક્રમણને અટકાવવું હોય તો અને આ ચેપથી બચવું હોય તો લોકોએ સ્વયં જાગૃતિ સાથે સાવચેત રહેવું જરૂરી છે અને જૂનાગઢ શહેર અને જીલ્લાની જનતાને આરોગ્યની જાળવણી, સાવચેતી અને આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ લોકોને તકેદારી અને પરેજી પાળવાનો અનુરોધ જીલ્લા કલેકટરશ્રી સૌરભ પારઘીએ કર્યો છે. જૂનાગઢ શહેરમાં છેલ્લાં ૧ માસથી કોરોનાનાં દર્દીઓની સંખ્યા સતત વધતી જઈ રહી છે અને રોજબરોજ ૩૦-૩પ જેટલાં કેસો હોસ્પીટલમાં આવી રહ્યાં છે અને મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. ત્યારે કોરોનાનાં વધતાં-જતાં કેસો અને દર્દીઓની સંખ્યાને ધ્યાને લઈ કોરોનાં પોઝિટીવ કેસનાં દર્દીઓને યોગ્ય ઘનીષ્ઠ સારવાર અને સુવિધા મળે તે પણ એટલું જ જરૂરી છે. જૂનાગઢ શહેરમાં તુલજા ભવાની હોસ્પીટલ બિલ્ડીંગમાં કાર્યરત બનનાર કોવિડ હોસ્પિટલને મંજુરી આપવામાં આવી છે અને નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા આ હોસ્પિટલનું સંપૂર્ણ સંચાલન કરવામાં આવશે તેમજ સરકારનાં ધારાધોરણ મુજબ જ ચાર્જ પણ લેવામાં આવશે અને કોરોનાનાં દર્દીઓને સારી સારવાર અપાવવાનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં હોવાનું જાણવા મળે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews