જૂનાગઢ જિલ્લા અને શહેરમાં કોરોનાની સ્થિતિ યથાવત રહી હોય તેમ ગઈકાલે કુલ નોંધાયેલા કોરોનાના ૩૪ કેસો પૈકી જૂનાગઢ શહેરમાં ૧૯, કેશોદ અને માણાવદરમાં ૩-૩ તથા મેંદરડા અને વિસાવદરમાં ર-ર કેસ નોંધાયા છે. જયારે બિલખા, સુખપુર, પત્રાપસર, તોરણીયા અને વંથલીમાં ૧-૧ કેસ કોરોનાના નોંધાયેલ છે. જૂનાગઢ જિલ્લામાં કેશોદ અને બિલખામાં કોરોનાને કારણે બે દર્દીઓના મૃત્યુ નિપજયાં છે. કુલ મૃત્યુ આંક ૩પ થયો છે. જૂનાગઢ શહેરમાં ગઈકાલે નોંધાયેલા કોરોનાના કેસોમાં શિતળાકુંડ પાસે વૃંદાવન એપાર્ટમેન્ટ-ર૦રમાં ૭૧ વર્ષના પુરૂષ, શ્રધ્ધા એપાર્ટમેન્ટ- ૧૦માં ર૯ વર્ષના યુવાન, દુબડી પ્લોટમાં ૪૮ વર્ષના યુવાન, સરદારપરામાં મનમંદિર એપાર્ટમેન્ટ-૧૦૪માં ર૪ વર્ષના યુવાન, ટીંબાવાડીમાં ભક્તિનગર, રચના-બી-૧૦૧ ૩ર વર્ષના યુવાન, મધુરમ સ્વપ્નલોક ટાઉનશીપમાં ૩૩ વર્ષના યુવાન, દાણાપીઠ સોસાયટીમાં ર૪-ધરતીમાં ૬૧ વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. જયારે જાેષીપરાના અગ્રાવત ચોક વિધાતાનગરમાં ૬પ વર્ષના પુરૂષ, નવા નવા નાગરવાડા શેરી નં. ૩ માં ૬૬ વર્ષના પુરૂષ, બુકર ફળીયામાં ૪ર વર્ષના પુરૂષ, મધુરમ રીધ્ધી પેલેસમાં ૭ર વર્ષના પુરૂષ, મુલાવાડામાં ૭પ વર્ષના પુરૂષ, અંબિકા ચોક શ્રીજી કૃપામાં ૬પ વર્ષના પુરૂષ, અજંટા ટોકીઝની બાજુમાં ૬પ વર્ષના પુરૂષ, મધુવન પાર્ક, મીરાનગરમાં ૬૦ વર્ષના મહિલા, ઝાંઝરડા રોડ રાજશ્રી એપાર્ટમેન્ટમાં ર૯ વર્ષના યુવાન અને સિવીલ હોસ્પીટલના સ્ટાફ કવાર્ટરમાં ૪ર વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં કુલ ૩૪ કેસ નોંધાયા છે જયારે ગઈકાલે ર૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અને હજુ કોરોનાના ૧૮૦ કેસ એકટીવ છે. જૂનાગઢ શહેરમાં કોરોના પોઝીટીવ વિસ્તારમાં કન્ટેઈન્મેન્ટ ઝોન બનાવવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લામાં હાલ ૪૯૭ કન્ટેઈનમેન્ટ ઝોન છે જેમાં ર૮૬ર પોતાનાં રહેણાંકમાં રહેતા ૧૦,૭૬૪ લોકોનો સમાવેશ થાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews