સોરઠમાં જુગારની મોસમ પુરબહારમાં ખીલી : ૩૪ ખેલાડી ઝડપાયા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. અનકભાઈ ભીખુભાઈ અને સ્ટાફે દોલતપરાનાં કસ્તુરબા સોસાયટી શેરી નં. ૮માં જુગાર અંગે રેડ કરતાં રહીમભાઈ વલીભાઈ, હાજીભાઈ જુમ્માભાઈ, રશીદભાઈ અમીનભાઈને રોકડ રૂા. ૧૦૧પ૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મેંદરડા
મેંદરડા પોલીસ સ્ટેશનનાં પો.કો. રણજીતભાઈ મેરામભાઈ અને સ્ટાફે મેંદરડામાં જુગાર અંગે દરોડો પાડતાં જુગાર રમતા લાખાભાઈ ચીનાભાઈ, અશોકભાઈ કાળાભાઈ, ભરતભાઈ જેન્તીભાઈ, હરેશભાઈ જીણાભાઈ, દિવ્યેશભાઈ મનોજભાઈ, અશોકભાઈ જીવરાજભાઈ, અરવિંદભાઈ વસરામભાઈ, મેહુલભાઈ અરવિંદભાઈને રોકડ રૂા. ર૯૩૮૦, મોબાઈ ફોન-૮, મોટરસાયકલ-ર મળી કુલ રૂા. ૯૬૮૯૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
બિલખા
બિલખા પોલીસ સ્ટેશનનાં પો.હે.કો. ભાવનાબેન અરજણપુરી અને સ્ટાફે બિલખા ગામે જુગાર અંગે રેડ કરતાં જુગાર રમતા કમલેશ અમૃતલાલ, મુકેશભાઈ જેન્તીભાઈ, રહીમભાઈ બોદુભાઈ, અજયભાઈ રતનદાસભાઈ, મનસુખભાઈ પુંજાભાઈ, આમીરભાઈ અબુભાઈને રોકડ
રૂા. ૧૬૭૦૦, મોબાઈલ-૮, મોટર સાયકલ મળી કુલ
રૂા. ૪૬૭૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
કેશોદ
કેશોદ પોલીસ સ્ટેશનનાં પો.કો. રઘુવીરસિંહ જેઠસુરભાઈ તથા સ્ટાફે કેશોદમાં જુગાર અંગે દરોડો પાડી જુગાર રમતા વિજયભાઈ ભરતભાઈ, કાનાભાઈ ભાયાભાઈ, ભગવાનજીભાઈ રૂખડભાઈ, ભોવાનભાઈ માધાભાઈ, વિપુલભાઈ કાળાભાઈ, કેશુભાઈ કાનાભાઈ, ભાવેશભાઈ ગોવિંદભાઈ, અશોકભાઈ મનસુખભાઈ, અરવિંદભાઈ કાળાભાઈ, શેબાજભાઈ રફીકભાઈને રોકડ રૂા. ૧૯૧૮૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
ચોરવાડ
ચોરવાડ પોલીસ સ્ટેશનનાં પો.હે.કો. ડી.એચ. કોડીયાતર અને સ્ટાફે ચોરવાડમાં જુગાર અંગે રેડ કરતાં જુગાર રમતા દિનેશભાઈ હરદાસભાઈ, હમીરભાઈ ચીનાભાઈ, બાબુભાઈ મુળાભાઈને રોકડ રૂા. ૬૭૦૦ સાથે ઝડપી લીધેલ છે.
માંગરોળ
માંગરો મરીન પોલીસ સ્ટેશનનાં પો.હે.કો. એચ.બી. ડોડીયા અને સ્ટાફે જુગાર અંગે રેડ કરતાં જુગાર રમા રાજુ ધુંધાભાઈ, અશોક કરશનભાઈ, સંજય નટુભાને રોકડ
રૂા. ર૪૧૩૦, મોબાઈલ-૩ મળી કુલ રૂા. ૩૪૬૩૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!