આજે વિશ્વ સંસ્કૃત ભાષા દિવસ : સંસ્કૃતનો સોરઠ સાથે સંબંધ

0

સંસ્કૃતને સર્વે ભાષાઓની જનની માનવામાં આવે છે. સંસ્કૃતને દેવ ભાષા પણ કહેવામાં આવે છે. કોઈ પવિત્ર સ્થળ ઉપર સંસ્કૃત શ્લોનું ઉચ્ચારણ થતું હોય ત્યારે આપણને કદાચ તેમનો અર્થ ન સમજાય તો પણ તેમને સાંભળવાથી એક અલગ આત્માનંદ મળતો હોય છે. આજે વિશ્વ સંસ્કૃત દિવસ નિમીતે સોરઠ પ્રદેશ સાથે સંસ્કૃતના નાતા ઉપર પ્રકાશ પાડીએ તો જૂનાગઢનુ પ્રાચીન નામ જીર્ણદુર્ગ હતું. જેનો અર્થ મુશ્કેલીથી પહોંચી શકાય તેવો કિલ્લો થાય. જયારે વંથલી વનસ્થલી તરીકે ઓળખાતુ હતુ. માણાવદર નજીક આવેલ પૌરાણિક ઈતિહાસ ધરાવતી મધુવંતી નદીનું નામ પણ સંસ્કૃત શબ્દ ઉપર છે. ગળુ નજીક આવેલ ‘વિષ્ણુવલ્લરી’ (સંસ્કૃત શબ્દ) જે હવે વિસણવેલ નામે ઓળખાય છે જયા એક સમયે માર્કેન્ડેય મુનીનો આશ્રમ હતો. ઊના એક સમયે ઉન્નતપુર તરીકે ઓળખવામાં આવતુ હતુ. શિવ અને પાર્વતીએ ત્યાં વિહાર કરેલ હોવાથી ઉન્નતપુર (સંસ્કૃત શબ્દ) નામ પડેલ. એવી જ રીતે બિલખાનુ પ્રાચીન નામ બિલવ્યાક્ષ હતુ. જેનો અર્થ બિલીના પાન જેવા નેત્ર થાય છે. જયા મહાદેવનુ પૌરાણીક મંદિર હતું. સોરઠના અનેક મહાનુભાવોએ સંસ્કૃત સાહીત્યમા શ્રેષ્ઠ પ્રદાન કર્યું છે. બિલખા નજીક આવેલ ‘આનંદ આશ્રમ’ના પર્યાય સમાન નથુરામ શર્માએ ૧૦૬ સંસ્કૃત ભાષામાં ગ્રન્થોની રચના કરી છે. ત્યાર બાદ વસંત ભટ્ટ, વસુદેવ માધવ, રાજેન્દ્ર ચોટલીયા સહીતના અનેક મહાનુભાવોએ દેવભાષાના ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું છે. સંસ્કૃત સાહીત્ય અતિ સમૃધ્ધ છે. ત્યારે વિશ્વ સંસ્કૃત દિવસ નિમીતે આ ક્ષેત્રે કાર્ય કરતા વિધાનો સોશ્યલ મિડીયાના માધ્યમ થકી આ સાહીત્ય અને દેવભાષાની વિશેષતાને જન જન સુધી પહોંચાડે તો ફરી સંસ્કૃત ભાષાનો સુવર્ણ યુગ આવે તેમા કોઈ સંદેહને સ્થાન નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!