અયોઘ્યામાં રામ મંદિરના શિલાન્યાસના સમયે સોમનાથમાં અનોખી ગૌ સેવા કરશે

0

અયોધ્યામાં રામમંદિર સ્થળે શિલાન્યાસનાં સમયે સોમનાથ ભૂમિ ઉપર અનોખો ગૌ સેવા યજ્ઞનો પ્રેરણારૂપ પ્રયાસ ભગવાન ગૌ સેવા મંડળ તથા સ્વસ્તિક સેવા મંડળના યુવાનો દ્વારા તા.૫ મી ઓગસ્ટના રોજ કરવામાં આવશે.
સોમનાથ ભૂમિ ઉપર વસેલા જોડીયા શહેર વેરાવળમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થાઓ પૈકીની રખડતા ભટકતા ગૌવંશ ઢોર ઢાખરોની અનન્ય સેવા કોઇપણ પ્રકારની પ્રસિધ્ધી વગર વર્ષોથી કરી રહયા છે. જેમાં ભગવાન ગૌ સેવા મંડળ અને સ્વસ્તિક સેવા મંડળના યુવાનો દ્વારા તા.૫ મી ઓગસ્ટનાં રોજ અયોધ્યામાં રામમંદિરનાં શિલાન્યાસ સમયે વેરાવળમાં આશરે ૪૦ થી ૪૫ યુવાનો જે મોટેભાગે વેપારીઓ છે તેનાં દ્વારા ગોળ ઘીનાં લાડવા અને લીલો ચારો વેરાવળ શહેરની આજુબાજુમાં આવેલ ગૌવંશને પીરસવામાં આવનાર છે. આ યુવક મંડળ જરૂરીયાતમંદ બીમાર ગાયો (ખુટિયા) અને સમગ્ર ગૌવંશની લોકડાઉનનાં સમય દરમ્યાન સવારે સાડા છ થી નવ વાગ્યા સુધી આજુબાજુની ગૌશાળાઓનાં વિસ્તારમાં લાપસી લીલો ચારો જે તે ગૌશાળામાં જ બનાવી ગૌવંશને પીરસવામાં આવે છે. આ ગૃપ નાં યુવાનોને ગામનાં નામાંકીત લોકો દ્વારા આર્થિક અનુદાન પણ આપવામાં આવે છે. ગૌ સેવા મંડળનાં ૪૦ થી ૪૫ સભ્યો પોતે પણ સ્વખર્ચે આ સેવા પ્રવૃતિમાં કોઇપણ જાતની પ્રસિધ્ધીની ખેવના રાખ્યા વગર કામગીરી કરી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!