જૂનાગઢમાં ગઈકાલે બપોરે પવન સાથે વરસાદ તૂટી પડયો

0

સોરઠ પંથકમાં છેલ્લા દિવસોથી કાળઝાળ ગરમી વચ્ચે હાલ માંડવીની મોસમ ચાલી રહી હોય ત્યારે લૂ ઝરતી ગરમી પાતાળમાંથી પણ નીકળતી હોવાથી ખેડૂતોને વાવણી કરવામાં ભારે તકલીફ પડી રહી હતી. ત્યારે ગઈકાલે સોરઠમાં વરસાદે હાઉકલી કરતાં થોડી ઘણી ઠંડક પ્રસરી ગઈ હતી. જૂનાગઢ શહેરમાં ગઈકાલે બપોરના સમયે અચાનક ભારે પવન ફુંકાવા મંડયો હતો અને ધોધમાર વરસાદ તુટી પડયો હતો. અચાનક આવી પડેલા વરસાદને પગલે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતાં. જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં શ્રાવણ માસની શરૂઆત સાથે શ્રાવણીયા સરવડા સતત ચાલુ રહયા છે અને ઘડીકમાં તડકો અને થોડીવારમાં વરસાદી માહોલ સાથે વાદળો બંધાતા હોય છે. આ દરમ્યાન ગઈકાલે વરસાદ તુટી પડતાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગિરનાર ટેકરીએથી મેઘ ધનુષ્ય અનોખી આભા ઉભી કરી હતી. ગઈકાલે ર થી ૪ દરમ્યાન જૂનાગઢ સીટી અને ગ્રામ્યમાં ૧૩-૧૩ મીમી, મેંદરડામાં પોણો ઈંચ જેવો વરસાદ પડયો હતો. આજે બળેવના દિવસે સવારથી જ વરાપ જેવું વાતાવરણ રહ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!