શ્રાવણસુદ પુનમ એટલે કે રક્ષાબંધનનાં પર્વની આજે જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. તાજેતરમાં કોરોનાની મહામારી સંદર્ભે ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ સહિતની સાવચેતી રાખવાની હોવાથી રક્ષાબંધનનાં કાર્યક્રમો સાદાઈથી ઉજવવામાં આવી રહેલ છે.
પરંપરા અનુસાર શ્રાવણસુદ પુનમ રક્ષાબંધનનું પર્વ દર વર્ષે ગૌરવ પુર્વક ઉજવાય છે. ભાઈ અને બહેનનાં હેત અને પ્રેમની ગાથા રજુ કરતા આ પર્વને સદીઓથી મનાવવામાં આવે છે. આ દિવસે બહેન પોતાનાં વિરાને સુતરનાં તાંતણા સ્વરૂપે રાખડી બાંધે છે અને ભાઈનાં સુખ સમૃધ્ધીની કામના કરે છે. જયારે ભાઈ પણ પોતાની બહેન સુખી રહે તેવા શુભ આશિષ સાથે રક્ષાનો કોલ આપે છે.
આધુનિક સમયમાં બજારોમાં અવનવી કલાત્મક રાખડીઓ આવી ગઈ છે ત્યારે રૂા.પાંચ થી માંડીને પ૦૦ રૂપિયા સુધીની રાખડીઓનું રક્ષાબંધન પર્વ પહેલાં રાખડીઓનું ધુમ વેંચાણ થયું હતું. રાખડીઓનું સ્વરૂપ નહીં પરંતુ બહેનની લાગણીને જાેવામાં આવે છે. આ દિવસે કુમ કુમ તિલક કરી બહેન પોતાનાં ભાઈની પુજા કરે છે અને મોં મીઠું કરાવે છે અને આશિષ આપે છે. દર વર્ષે જૂનાગઢ શહેર તેમજ સોરઠ જીલ્લાભરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી દરેક પરીવારોમાં તો ઉત્સાહભેર કરવામાં આવે છે. પરંતુ સામાજીક સંસ્થાઓ, સામાજીક મંડળો અને વિવિધ જ્ઞાતિ સમાજાે દ્વારા પણ રક્ષાબંધન પર્વની ઉજવણી તેમજ બ્રહ્માકુમારી સંસ્થા, જેસીઝ તેમજ અન્ય સંગઠનો દ્વારા પણ આ પર્વ ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીનાં સંક્રમણકાળને અટકાવવા માટેનાં સાવચેતીનાં પગલા અંતર્ગત અન્ય તહેવારોની જેમ રક્ષાબંધન પર્વની પણ સાદાઈથી ઉજવણી અને સાવચેતીપૂર્વક કરવામાં આવી રહી છે. રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેન પોતાનાં વીરાને આશિષ તો આપશે જ સાથે સમગ્ર વિશ્વને પણ કોરોનાનાં આ મહામારીમાંથી બચાવવાની ઈશ્વરને પ્રાર્થના પણ કરશે.
યજ્ઞોપવિત
શ્રાવણસુદ પુનમનાં દિવસે રક્ષાબંધનની ઉજવણી થાય છે તો આ સાથે જ આ પર્વને નારિયેળી પુનમ તરીકે પણ ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે દરીયાઈ વિસ્તારમાં દરીયાઈ મુસાફરીએ જતાં લોકોને રાત્રીનાં સારી સફરની શુભકામના સાથે સફરની વિદાય કરવામાં આવે છે. તો બીજી તરફ બ્રહ્મ દેવતા, ક્ષત્રિયો, રઘુવંશી સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા બ્રાહ્મ મુહુર્તે યજ્ઞોપવિત ધારણ કરવાની વિધી પણ કરવામાં આવે છે. ગાયત્રી મંત્રની સાથે જનોઈ બદલાવવાનાં વિધીનાં કાર્યક્રમો પણ યોજાતા હોય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews