માણાવદર : પોલીસ હોવાની ઓળખાણ આપી ગુન્હામાં ફસાવી દેવાની ધમકી દઈ ખંડણી માંગતા ફરીયાદ

માણાવદરનાં બહારપરા વિસ્તાર ખાતે રહેતાં વિજય લલીતભાઈ બાંટવીયાએ પોલીસમાં આ કામનાં આરોપી દિલાવર ઉર્ફે કારો અસલમભાઈ કુરેશી, હિતેન ઉર્ફે યુવી રાવલ તેમજ ૪ અજાણ્યા માણસો તથા એક ર૦ થી રર વર્ષની છોકરી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરૂં કરી આ કામનાં ફરીયાદી તથા સગીર સાહેદને આ કામનાં આરોપી દિલાવર ઉર્ફે કારો કુરેશી તથા હિતેન ઉર્ફે યુવી રાવલએ છોકરી સાથે સંબંધ બંધાવી દેવાની લાલચ આપી માણાવદરથી ઉપલેટા ગામ ખાતે લઈ જઈ પૂર્વ આયોજીત કાવતરા મુજબ અન્ય આરોપીઓ ઉપલેટા હાજર હોય અને આરોપીઓએ બળજબરીપૂર્વક પૈસા પડાવવા માટે ફરીયાદી તથા સાહેદ સાથે અર્ધનગ્ન હાલતમાં ફોટા પડાવી પ્લાસ્ટીકનાં પાઈપ વડે શરીરે આડેધડ મારમારી ગાળો કાઢી અને ગુન્હામાં ફસાવી દેવાની ધમકી આપી રૂા.પ૦ લાખની ખંડણી માંગી તથા આરોપી સિવીલ ડ્રેસમાં પોતે પોલીસ હોવાની ઓળખાણ આપી ગુનો કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!