અમરેલી જિલ્લા આહીર સમાજનાં કોરોના સારવાર લેતા દર્દીઓ ભોજન સેવા કરવાની તક આપે : કમલેશ ગરણિયા

કોરોના મહામારીમાં સમગ્ર અમરેલી જિલ્લામાંથી કોરોના પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલ સારવાર માટે અમરેલી લાવવામાં આવે છે. ત્યારે આહીર સમાજના આ લોકોને ભોજનની કોઈ તકલીફ ના પડે તે માટે આ સારવારના દિવસોના સમયગાળા દરમ્યાન દિવસમાં ત્રણ વાર જમવાના ટિફિનની સેવા આપવાનો એક અનોખો સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સવારે ચા અને ભાખરી /બટેટાપૌવા, બપોરે પૂર્ણ ગુજરાતી થાળી અને સાંજે ખીચડી, શાક, રોટલી અને દૂધના ભોજન રૂપી અન્નદાનની સેવા કરવાની તક ઇષ્ટદેવ દ્વારકાધીશ દ્વારા પ્રાપ્ત થઇ છે તો સમગ્ર જિલ્લામાંથી કોરોના સારવાર માટે આવતા આહીર સમાજના દર્દીઓ કમલેશભાઈ ગરણિયા અમરેલી શહેર આહીર સમાજ યુવા પ્રમુખ દ્વારા આ સેવા આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે. તો આહીર સમાજના દર્દીઓ સારવારના દિવસોમાં ૯૮૭૯૫૯૪૩૦૨ નંબર ઉપર સંપર્ક કરી સેવાનો લાભલેવા કમલેશભાઈ ગરણિયા દ્વારા જણાવવામાં આવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!