લુપ્ત થતી હૈળી હરીફાઈ કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે વર્ષોની પરંપરા જાળવી રક્ષાબંધનના દિવસે હૈળી જીતવાની હરીફાઈ સાશ્ત્રોકત વિધી અનુસાર યોજાય છે. શ્રાવણી પુનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર જુદા જુદા નામે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે બેન ભાઈને રક્ષારૂપી કવચ રાખડી બાંધે છે. ભુદેવો રક્ષાબંધનના દિવસે ઉપવાસ રાખે છે, નવી જનોઈ ધારણ કરે છે, શ્રાવણી પુનમને નાળીયેરી પુનમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને સાગર ખેડૂતો પૂજન કરે છે. તેમજ ભળભદ્રનું હથીયાર હળ જે ખેડૂતોનું ખેતિનું સાધન છે વર્ષો પહેલા ખેડૂતો હળ દ્વારા ખેતી કરતા જેથી ખેડૂતો દ્વારા હળની પૂજા કરવામાં આવતી પણ ધીમેધીમે આધૂનીક જમાનો આવતા ખેત સાધનોમાં પણ આધુનિકતા આવતા આજે હળ મોટાભાગે લુપ્ત થઇ ગયું છે. છતા રક્ષાબંધનના દિવસે વર્ષોની પરંપરાગત હૈળી પૂજન કરવામાં અમુક ગામોમાં વંશ પરંપરાગત હૈળી જીતવાની સ્પર્ધા યથાવત રાખી છે. કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે હાલમાં પણ રક્ષાબંધનના દિવસે હૈળી જીતવાની હરીફાઈ યોજવામાં આવે છે. જેમાં ખેડૂતના ખેતીના સાધનરૂપી હળ બનાવવામાં આવે છે જેની હાલમાં ભુદેવ જીતુભાઈ વ્યાસ દ્વારા સાશ્ત્રોકત વિધી અનુસાર પૂજા કરાવવામાં આવે છે. અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો એમ ચોમાસાના ચાર મહીના મુજબ ચાર કુંભની પૂજા અને હૈળીને ચાર પ્રદક્ષીણા કરવામાં આવે છે. પૂજા પૂર્ણ થયા બાદ બળેવીયા દોડવાની હરીફાઈ યોજવામાં આવે છે. જેમાં વિજેતાને હૈળી ઈનામરૂપે આપવામાં આવે છે. જે વર્ષોની પરંપરા નાની ઘંસારી ગ્રામજનોએ હાલમાં પણ જાળવી રાખી દર વર્ષે હૈળી જીતવાની સ્પર્ધા યોજવામાં આવે છે જેમાં સરપંચ રામભાઈ હડિયા તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews