દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય કચેરીમાં ફરજ બજાવતા અને ખંભાળિયા પંથકમાં છેલ્લા દાયકાઓથી નોંધપાત્ર અને અવિરત રીતે કાયદાકીય કામગીરી સંભાળી રહેલા એ.એસ.આઈ. યોગેશભાઈ છાયાની કામગીરીની નોંધ સરકાર દ્વારા લઈ તેમનું ડી.જી.પી. દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
ખંભાળિયામાં વર્ષ ૨૦૦૦થી મુકવામાં આવેલા પોલીસ કર્મચારી યોગેશભાઈ છાયાએ તા. ૬-૩-૧૯૮૪માં પોલીસ કોન્સ્ટેબલ તરીકેની ભરતી અંગેની ટ્રેનિંગ પૂર્ણ કરી જામનગર જિલ્લા ખાતે હાજર થયા હતા. સૌપ્રથમ તેઓને સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓની પોલીસ વિભાગની કામગીરી શરૂઆત કરી હતી. તે પછી જામનગર સીટી એ ડિવિઝન અને ત્યારબાદ તે સમયે જામનગર જિલ્લાના ખંભાળિયા પંથકના ડીવાયએસપી ઓફિસમાં વર્ષ ૨૦૦૦ની સાલમાં રાઈટર તેમજ ઓફિસ કામગીરી માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના દ્વારા જે તે સમયે ટાડાના ચાર કેસોની તપાસ ઉપરાંત ધાડ, લૂંટ, ઘરફોડ ચોરીઓ, સાથે સંકળાયેલા શખ્સોની ધરપકડ કરી રાઈટર તરીકેની કામગીરી કરી હતી. આમ ખંભાળિયા પંથકમાં અનેક ગુનેગારોને લાંબા સમય સુધી જેલની સજા કરાવી ઉત્કૃષ્ટ કામગીરી વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગરથી અલગ થતાં તમને પોલીસ અધિક્ષક કચેરી ખાતે પણ મહત્વની જવાબદારીની કામગીરી સોંપવામાં આવી હતી. તેઓની ફરજ દરમ્યાન નિષ્ઠાને પ્રમાણિકતાથી ઉપરી અધિકારીઓ સાથે સંકલનમાં રહી નિવૃત્ત થનાર હોય એવા ભરોસા અને વિશ્વાસપાત્ર પોલીસ કર્મચારી તરીકે નોકરી કરીને અલગ-અલગ ક્ષેત્રોમાં કામગીરી કરી હતી. યોગેશભાઈ છાયાની ફરજ દરમ્યાન નિષ્ઠા અને પ્રમાણિકતાથી એ.એસ.આઈ. તરીકે સર્વિસનું ૩૭માં વર્ષ સુધી કામગીરી ચાલુ રાખી છે. આગામી નજીકના સમયમાં તેઓ નિવૃત્ત થનાર હોય આવા ભરોસા અને વિશ્વાસપાત્ર પોલીસ કર્મચારી તરીકે નોકરી કરી અલગ-અલગ ક્ષેત્રોમાં તેમની કામગીરીની નોંધ રાજ્ય ખાતે કરવામાં આવી હતી. આથી તેઓના ડી.જી.પી. દ્વારા અલંકાર એવોર્ડ અને ડી.જી.પી. કોમન્ડેશન ડિસ્ક પ્રમાણપત્ર તથા સિલ્વર મેડલથી સન્માનિત કરાતા તેઓએ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું છે. એ.એસ.આઈ. યોગેશભાઈ છાયાને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા અભિનંદનની સાથે સાથે તેઓને સિલ્વર મેડલ લગાડી, સન્માનિત કર્યા હતા. આ સાથે હજુ એકાદ વર્ષ સુધી તેઓની કામગીરી ચાલુ રાખવા અને જુનિયર સ્ટાફને માર્ગદર્શન અને અનુભવ આદાન-પ્રદાન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી. આમ, યોગેશભાઈ છાયાએ રાજ્યમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસનું નામ ગાંધીનગર સુધી રાજ્ય કક્ષાએ વધુ ઉજળું કર્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews