સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને રક્ષાબંધન નિમિત્તે વિશેષ ગલગોટા ફુલોનો ભવ્ય શણગાર કરાયો

કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજીના (અથાણાવાળા) ના માર્ગદર્શનથી તેમજ પૂજારી સ્વામીની અથાગ મહેનતથી
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરમાં તા.૩-૮-ર૦ને સોમવારે ભવ્ય દાદાને ગલગોટાના ફુલોનો શણગાર કરવામાં આવેલ હતો જેમાં દાદાને વિશેષ વાઘા ધરાવી સિંહાસનને ગલગોટાના પીળા-કેસરી- સફેદ વગેરે ફુલોનો શણગાર કરવામાં આવેલ તથા સવારે ૭ કલાકે શણગાર આરતી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ હતો. દર્શનનો લાભ હરીભકતોએ લાભ લીધો હતો. વિશેષમાં મંદિરની યજ્ઞશાળામાં દાદાના પ્રસન્નાર્થે મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!