પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશજીનાં મંદિરે ગઈકાલે બળેવ પૂનમનાં પાવન અવસરે ભગવાન દ્વારકાધીશે યજ્ઞોપવિત ધારણ કરી હતી. પુજારી પરિવાર દ્વારા વૈદિક મંત્રોચ્ચાર તથા પૂજા કરાઈ હતી અને બપોરે રાજભોગ, મીઠાજલ ધરવામાં આવ્યા હતાં તથા કપુરની આરતી કરી અને ગાયત્રી મંત્ર સાથે ભગવાન દ્વારકાધીશને યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવ્યું હતું. તેમાં સૌરાષ્ટ્રભરમાંથી પધારેલા ભાવિકો તથા સ્થાનીક લોકોએ દર્શનનો લાભ લીધો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews