જૂનાગઢ સહિત ગુંદાળા, કેવદ્વા, સાંતલપુર, ધંધુસર, નરેડી, જાંબુડા, માંગરોળ, દિવાસા, જુથળ, ખોડાદા તથા નાથળ ખાતે જુગાર દરોડા : ૭૬ ઝડપાયા

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.કે.ગઢવી અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે જૂનાગઢનાં દોલતપરા વિસ્તાર નજીક જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૪ શખ્સોને કુલ રૂા.પ૩ર૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ગુંદાળા
મેંદરડા પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ દેવાભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ગુંદાળા ગામની સીમમાં જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૧૦ શખ્સોને કુલ રૂા.૧,૬૮,પ૮૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
કેવદ્વા
કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.કે.ભલગરીયા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધરે કેશોદનાં કેવદ્વા ગામે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૯ શખ્સોને કુલ રૂા.૧૩૧૯૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
સાંતલપુર
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ જીવાભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે સાંતલપુર ગામ ખાતે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૧૦ શખ્સોને ૧૦પ૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ધંધુસર
વંથલી પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એમ.બેરીયા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ધંધુસર નજીક ધુળેસીયા સીમમાં જુગાર અંગે દરોડો પાડતાં ૯ શખ્સોને જુગાર રમતાં કુલ રૂા.૧,ર૮,૩૮૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
નરેડી
વંથલી પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ સોમાતસિંહ ભીખાભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે નરેડી ખાતે પ્લોટ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૪ શખ્સોને કુલ રૂા.૮પ૪૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
જાંબુડા
માણાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.જે.સીસોદીયા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે માણાવદરનાં જાંબુડા ખાતે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૪ શખ્સોને કુલ રૂા.૧૧૬૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
માંગરોળ
માંગરોળ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.જે.ચુડાસમા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે માંગરોળનાં અજય સ્કુલની પાછળનાં વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૭ શખ્સોને કુલ રૂા.ર૦૧પ૦નાં મુદ્દામાલ સાથે જુગાર રમતાં ઝડપી લીધા હતા.
દિવાસા
શીલ પોલીસે ચોક્કસ બાતમીનાં આધારે દિવાસા ગામે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૪ શખ્સોને કુલ રૂા.રર૭ર૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
જુથળ
માળીયા હાટીનાં પોલીસ સ્ટેશનનાં એએસઆઈ પી.જે.કામળીયા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે જુથળની ધમળ સીમમાં જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૩ શખ્સોને કુલ રૂા.પ૧૦૮૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે આ દરોડા દરમ્યાન ૩ શખ્સો નાશી છુટતાં તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ખોડાદા
માંગરોળ મરીન પોલીસે ચોક્કસ બાતમીનાં આધારે ખોડાદા ગામે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૬ શખ્સોને કુલ રૂા.૧૭૮ર૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ ઝડપાયેલાં તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નાથળ
ઉના પોલીસે ચોક્કસ બાતમીનાં આધારે ઉનાનાં નાથળ ગામે તળાવની બાજુમાં જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૬ શખ્સોને કુલ રૂા.૧૬૧૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!