વેરાવળ પંથકમાંથી બે સ્થળોએથી ૧૬ શકુનીઓ ઝડપાયા

વેરાવળમાં નવા કોળીવાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા રાજેશ જેઠાભાઇ, હરેશ નારણભાઇ, હીતેષ લીલારામ, સંજય તુલસીભાઇ, પ્રકાશ ઢાલુમલ, જીતેન્દ્ર ગોપાલભાઇ, વિષ્ણુ માધુભાઇને રોકડા રૂા.ર૦,૧પ૦ ની સાથે ઝડપી પોલીસે લીધેલ છે.
જયારે વેરાવળ તાલુકાના નવાપરા ગામે પોલીસે જુગાર અંગે દરોડો પાડતા હરી ઉકાભાઇ, ગીરીશ પાલાભાઇ, પ્રફુલ ઉગાભાઇ, કાનજી ઘેલાભાઇ ચાંડપા, જેન્તી તેજાભાઇ, મનસુખ મેઘજીભાઇ, ખોડા ભીખાભાઇ, હરસુખ તેજાભાઇ ચાંડપા, રફીક મુસાભાઇને રોકડા રૂા.૩૮૬૦નાં મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!