જૂનાગઢ જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં અમૂક દર્દીઓને કોરોનાના લક્ષણો જોવા ન મળતા હોવા છતાં પોઝીટીવ રીપોર્ટ આવે છે. કોઈ દર્દીઓનુ એવું પણ કહેવું કે બે ત્રણ દિવસ સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવે છે. આરોગ્ય વિભાગ દ્વારા શરૂઆતમાં કોરોના પોઝીટીવ દર્દીની ટ્રાવેલીંગ હિસ્ટ્રી સાથે તેમના સંક્રમણમાં આવેલ લોકોની વિગત જાહેર કરવામાં આવતી હતી. ત્યારબાદ ધીમે ધીમે વિગતો ઘટાડવામાં આવતી ગઈ હાલમાં પોઝીટીવ દર્દીને પણ તેમના કોરોના પોઝીટીવ રીપોર્ટની નકલ આપવામાં આવતી નથી. તો દર્દીએ કયાં આધારે માનવું કે ખરેખર પોઝીટીવ રીપોર્ટ છે કે કેમ તેની ખાત્રી શું ? જે તે વિસ્તારમાં પોઝીટીવ કેસ નોંધાયો હોય નિયમોનુસાર જે તે વિસ્તાર કે બિલ્ડીંગ મકાન શીલ કરવામાં આવે છે બફર ઝોન કે હોમ આઇસોલેટ કે સેલ્ફ કોરોન્ટાઈન કરવામાં આવે છે તો પોઝીટીવ રીપોર્ટની નકલ દર્દીને પણ કેમ આપવામાં નથી આવતી તે હાલ ચર્ચાનો વિષય બની ગયો છે. કેશોદના એક નાગરીકે તેમના પુત્રના કોરોના પોઝીટીવ રીપોર્ટની નકલની સ્થાનિક આરોગ્ય તંત્ર પાસે માંગણી કરતા જીલ્લા આરોગ્ય તંત્રને પાસેથી મેળવવા જણાવેલ જે બાબતે જીલ્લામા આરોગ્ય તંત્રને જાણ કરતા સ્થાનિક આરોગ્ય તંત્ર પાસેથી મેળવી લેવા જણાવી સ્થાનિક અને જીલ્લા આરોગ્ય તંત્ર એકબીજાને આપી રહ્યું જેથી આરોગ્ય સચિવને જયંતી રવિને વોટ્સએપ માધ્યમથી રજૂઆત કરી કોરોના પોઝીટીવ દર્દીને રીપોર્ટની નકલ આપવા માંગણી કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews