માંગરોળમાં માંગ્યા મેઘ વરસતા મગફળીનાં પાકને જીવતદાન

0

મેઘરાજા આખરે માંગરોળ ઉપર મહેરબાન થયા છે. વહેલી સવારે બે કલાકમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ વરસતા દિવસોથી મીટ માંડી બેસેલા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. દિવસ દરમ્યાન મેઘાડંબર વાતાવરણ વચ્ચે વધુ એક ઈંચ સાથે સાંજ સુધીમાં પાંચ ઈંચ પાણી વરસ્યું હતું. સોમવારે દિવસભર અસહ્ય બફારા બાદ વહેલી સવારથી જ વિજળી અને વાદળોના કડાકા ભડાકા સાથે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. સવારે છ થી આઠ દરમ્યાન ચારેક ઈંચ વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. ઉપરવાસમાં પણ વરસાદને લીધે લંબોરા ડેમ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો હતો. કામનાથની નોળી નદીમાં પૂર આવ્યું હતું. માંગરોળથી લંબોરા, વિરપુર, ચોટીલીવીડી, શેખપુર, સકરાણા, જુથળ સહિતના ગામોને જોડતા કામનાથ નજીક આવેલા કોઝવે ઉપરથી પુષ્કળ પ્રમાણમાં પાણી વહેતા સવારથી જ વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. કેશોદ હાઈવે ઉપર ભોયવાવ નજીક પણ ભારે પ્રમાણમાં પાણી આવતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માંગ્યા મેઘ વરસતા માંગરોળ પંથકમાં મગફળીના પાકને જીવતદાન મળ્યું છે. મૌસમનો કુલ વરસાદ ૨૩ ઈંચથી વધુ થયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!