જૂનાગઢ શહેરમાં અગ્રણી બિલ્ડર દ્વારા સેનેટાઈઝરનું વિતરણ

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ યથાવત રહી છે અને રોજબરોજ કોરોનાના કેસ નોંધાઈ રહેલ છે ત્યારે જૂનાગઢના અગ્રણી બિલ્ડર અને ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સભ્ય દ્વારા જૂનાગઢ શહેરના વિવિધ સ્થળો, કચેરીઓ અને હોસ્પિટલ તેમજ દેવાલયોમાં પોકેટ હેન્ડ સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવેલ છે જેની લોકોમાં સરાહના થઈ રહી છે.
તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના અગ્રણી બિલ્ડર તેમજ ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સભ્ય ધર્મેશભાઈ મીઠીયા દ્વારા પોકેટ હેન્ડ સેનેટાઇજરનું જૂનાગઢના સરકારી કચેરીઓ જેવી કે જૂનાગઢના તમામ પોલીસ વિભાગ અને સ્ટેશન, ધાર્મિક દેવાલયો, સરકારી આર્યુવેદીક હોસ્પિટલ, સફાઇકર્મીઓ, ટ્રાફિક બ્રિગેડ વિભાગમાં વિતરણ કરવામાં આવેલ છે અને હજુ તબક્કાવાર સેનેટાઈઝરનું વિતરણ ચાલુ રાખવામાં આવનાર છે. અત્યારની કોરોનાની કપરી પરિસ્થિતિમાં આ કોરોના વોરીયર્સ જે સદાય ખડેપગે સમય અને સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર અકલ્પનિય માનવીય ફરજ બજાવે છે. કોરોના બીમારી સામેની લડાઈમાં સહાયરૂપ થઇ લોકોનું સારૂં સ્વાસ્થ્ય રહે તેવા આશયથી વિતરણ કરવામાં આવેલ છે તેમ ધર્મેશભાઈ મીઠીયાની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!