જૂનાગઢનાં ઉપરકોટ કિલ્લામાં આવેલ એૈતિહાસીક શાહી જામ્મા મસ્જીદની રાજકોટ ચેરીટી કમિશ્નરશ્રી કચેરીનાં નોંધણી દાખલો નં.બી.૬ર૭(જૂનાગઢ), નંબર ૧૭ર૩૦ સાર્વજનિક ટ્રસ્ટથી નોંધાયેલ, સને પ સપ્ટેબર ૧૯૬૭નાં રોજ કમિશ્નરશ્રી મો.ઝ. લાલવાણી હસ્તે રજીસ્ટર નોંધ થયેલ છે. આ ઉપરકોટ કિલ્લાની શાહી જામ્મા મસ્જીદ તેમજ અન્ય ૧૦ મસ્જીદ તેમજ મોહબ્બત મકબરા બહાઉદીન મકબરા જે રાજય સરકાર હસ્તક નોંધાયેલ છે. આ દરેક મિલકત આઝાદીથી આજ સુધી જૂનાગઢ કલેકટરશ્રી,(ચેરમેન) વહીવટદાર મામલતદાર હસ્તકની છે, જેનું ગુજરાત રાજય સરકાર કાયદા વિભાગ ગાંધીનગરનાં હસ્તક છે. હાલ રિસ્ટ્રોરેશન કામગીરી સાથે આ ઐતિહાસીક ઈમારતમાં શાહી જામ્મા મસ્જીદનું બોર્ડ લગાવી તેની મુળભુત અસલ ઓળખ આપવવા તથા જરૂરી કાર્યવાહી કરવા મોહમ્મદ અમીન કાદરીએ માંગણી કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews