વેરાવળ-સોમનાથ જીલ્લામાં નવા ૧૩ કેસ : ૧૬ પોઝીટીવ કેસ આવ્યા

0

ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે ફરી વખત કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ ૧૬ જેટલા પોઝીટીવ કેસો આવેલ છે. જેમાં ૧૬ પૈકી ૧૩ કેસો ફકત જીલ્લાના મુખ્ય મથક વેરાવળ શહેરમાંથી આવ્યા છે. જયારે બે દર્દીના મૃત્યું નિપજેલ છે તે પણ વેરાવળના છે. ગઈકાલે ૭ દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવેલ છે. ગીર સોમનાથ જીલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થતો જ રહે છે. જેમાં ગઈકાલે ગીર સોમનાથ જીલ્લાના ત્રણ તાલુકામાંથી ૧૬ જેટલા પોઝીટીવ કેસો સામે આવેલ છે. જેમાં વેરાવળમાંથી ૧૩, સુત્રાપાડા ર, ગીરગઢડા ૧ કોરોના પોઝીટીવ દર્દીઓ આવેલ છે. જયારે બે દર્દીઓના મૃત્યું નીપજેલ છે. તેમાં ૬પ વર્ષ પૂરૂષ સોમનાથ ટોકીઝ પાસે રહે છે તેમજ પપ વર્ષ પૂરૂષ વેરાવળમાં રહે છે. જયારે સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૭ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ આપવામાં આવેલ છે. જેમાં વેરાવળના ૪ તથા ઉનાના ૩નો સમાવેશ થાય છે. ગીર-સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે ગઈકાલે ૧૩ કોરોના પોઝીટીવ આવેલ છે જેમાં પોલીસ સ્ટેશન પાસે, આઝાદ સોસાયટી, બ્લડ બેંક પાસે, પાટણ દરવાજા, પ્રકાશ કોમ્પલેક્ષ તેમજ કેવટ ભુવન ભીડીયા પ્લોટ અને ગ્રામ્ય વિસ્તારમાં આદ્રી તથા પાલડી વાડી વિસ્તારમાં પોઝીટીવ કેસો આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!