જૂનાગઢના એડવોકેટ સ્વ. પરેશભાઇ બાદ તેમના ભાઇ જનકભાઇ જાેષીનું પણ કોરાનાથી નિધન

જુનાગઢના એડવોકેટ સ્વ. પરેશભાઇ જાેષી બાદ તેમના ભાઇ જનકભાઇ જાેષીનું પણ કોરોનાને કારણે નિધન થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. જુનાગઢ જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ અને એડવોકેટ પરેશભાઇ જાેષી તેમજ તેમના ધર્મપત્ની કોર્પોરેટર આરતીબેન જાેષી ઉપરાંત ભાઇઓ જનકભાઇ, જયદેવભાઇ અને ઋચિકભાઇને તાજેતરમાં કોરોના થતાં સમગ્ર પરિવાર મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો. ગત તા.રપ જુલાઇના રોજ એડવોકેટ પરેશભાઇ જાેષીએ કોવિડને લઇ અંતિમ શ્વાસ લીધા હતા અને ગત રાત્રે તેમના લઘુબંધુ એડવોકેટ જનકભાઇ જાેષીનું પણ કોરોનાને કારણે અવસાન થતાં તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. માત્ર ૧૧ જ દિવસમાં જાેષી પરિવારના બીજા મોભીનું પણ નિધન થતાં સમગ્ર બ્રહ્મસમાજ પણ આઘાતમાં ગરકાવ થઇ ગયો છે. સ્વ. એડવોકેટ પરેશભાઇ જાેષી બાદ જનકભાઇ જાેષીની પણ ચિર વિદાયથી કોર્પોરેટર આરતીબેન જાેષી, જયદેવભાઇ જાેષી, ઋચિકભાઇ અને યમુભાઇ જાેષી સહિત પરિવારજનોને બ્રહ્મસમાજના આગેવાનો, ભાજપના અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ સગા-સ્નેહીજનોએ ટેલીફોનિક દિલસોજી પાઠવીને સદ્‌ગતને શ્રદ્ધાંજલી અર્પી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!