ઉના શહેરમાં દેલવાડા રોડ ઉપર ૧૯૧૬માં બંધાયેલ શાહ એચ.ડી. હાઈસ્કુલમાં હાલ ધો.૯,૧૦, ૧૧, ૧ર (સામાન્ય પ્રવાહ) તથા ૧૧-૧ર સાયન્સ પ્રવાહની ગ્રાન્ટેડ હાઈસ્કુલ શરૂ છે. ૧૯૬૪થી આ હાઈસ્કુલનું ઉના તાલુકા કેળવણી મંડળ સંચાલન કરે છે. સો વર્ષ જુની આ બિલ્ડીંગ જર્જરીત થઈ જતા શાળાના ઓરડામાં પોપડા ખરે છે. સ્લેબના સળીયા દેખાય છે અને ડીડીઓએ આ શાળાનું આ શાળાનું બિલ્ડીંગ જર્જરીત થઈ જતા અકસ્માતની ભીંતિ સેવી છે અને શાળામાં અભ્યાસ ન કરી શકાય તેવું સર્ટીફીકેટ પણ આપેલ છે. જેથી કેળવણી મંડળ દ્વારા ધો.૧૧ ના ૩ વર્ગમાંથી ૧નો ઘટાડો કર્યો છે. ધો.૯ માં ૩ વર્ગમાંથી ૧ ઘટાડી ર વર્ગ કર્યા છે. તેથી ઉંચી ફી ન ચુકવી શકનાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેમ નથી. આ બાબતે શાળા કેળવણી મંડળે નવેસરથી બિલ્ડીંગ બાંધવા ફાઈલ તૈયાર કરી શિક્ષણ વિભાગને મોકલેલ પરંતુ બે વર્ષ જેવો સમય વિતી જવા છતાં કોઈ ઉકેલ આવેલ નથી. ઉનાના ધારાસસભ્ય પુંજાભાઈ વંશે આ શાળાની તાજેતરમાં મુલાકાત લીધી હતી અને ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા ખાત્રી આપી છે. હાલ ધો.૯ ના એક વર્ગ ખંડ અને ધો.૧૧નો એક વર્ગ ખંડ શરૂ રાખવા રાજય સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તો નવું બિલ્ડીંગ બંધાય ત્યાં સુધીમાં બે ઓરડા સરકાર કુમાર શાળા કે કે બીજી જગ્યાએ વ્યવસ્થા કરે તો હજુ ર૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેમ છે. આમ આ બાબતે તાત્કાલીક ઉકેલ લાવવામાં આવે તેવી શાળા સંચાલક મંડળ તથા વાલીઓમાંથી માંગણી ઉઠવા પામી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews